Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : JNU હિંસા મામલે રાજકારણ ગરમાયું, ABVP અને NSUIના વચ્ચેના ઘર્ષણમાં એક લોહીલુહાણ

અમદાવાદ : JNU હિંસા મામલે રાજકારણ ગરમાયું, ABVP અને NSUIના વચ્ચેના ઘર્ષણમાં એક લોહીલુહાણ
X

અમદાવાદ શહેરના પાલડીમાં JNU હિંસા મામલે ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જેમાં બન્ને પક્ષોનો સામસામે પથ્થરમારો થતાં કોંગ્રેસ યુવા મોરચાના નેતા નિખિલ સવાણીને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી.

દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(JNU)માં કેટલાક બુકાનીધારી યુવકો દ્વારા એકાએક વિદ્યાર્થીઓ પર હુમલો કરાતા દેશભરમાં ફરીવાર વિવાદ વકાર્યો છે, ત્યારે આ ઘટનાને લઈને ગુજરાતમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે આંતરિક રાજકારણ શરૂ થયું છે. જેને પગલે અમદાવાદના પાલડીમાં ABVPના કાર્યાલય ખાતે NSUI અને ABVPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. જેમાં કોંગ્રેસ યુવા મોરચાના નેતા નિખિલ સવાણીને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે NSUIએ આરોપ મૂક્યો હતો કે, ABVP દ્વારા પ્રિ-પ્લાન્ડ હિંસા કરવાનો ઈરાદો હતો, હાલ જેના કારણે સમગ્ર મામલે રાજકારણ પણ ગરમાયું છે, ત્યારે ABVPના કાર્યાલયમાં NSUIના કાર્યકરોએ તોડફોડનો આક્ષેપ ABVPએ કર્યો હતો.

Next Story