Connect Gujarat
Featured

અમદાવાદ : મોટેરા સ્ટેડીયમમાં જોવા મળી દેશના વિવિધ રાજયોની સંસ્કૃતિ

અમદાવાદ : મોટેરા સ્ટેડીયમમાં જોવા મળી દેશના વિવિધ રાજયોની સંસ્કૃતિ
X

અમદાવાદના મોટેરા સ્ટેડીયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજયોની સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ભારતની પ્રથમ મુલાકાતના ભાગરૂપે સોમવારે અમદાવાદ પહોંચ્યા છે. વિમાનમાં થી ઉતરતાની સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમના સ્વાગતમાં ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પના આગમન સમયે ગુજરાતી લોક નૃત્યકારોએ લોક નૃત્ય રજૂ કર્યું હતું.

મેલાનીયા ટ્રમ્પે ગુજરાતી લોક નૃત્યો માણ્યા હતા. તેમના સ્વાગતમાં દેશની સાંસ્કૃતિક કળાઓની કતાર લગાવવામાં આવી હતી. ઠેર ઠેર ગરબીઓનું આયોજન તેમજ વિવિધ રાજ્યના લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા. મોટેરા સ્ટેડીયમમાં પણ વિવિધ રાજયોની સંસ્કૃતિની ઝાંખી કરાવતો કાર્યક્રમ રજુ થયો હતો. ભરૂચ જિલ્લાના રતનપુરના સીદ્દી કલાકારોએ પણ ધમાલ નૃત્ય રજુ કર્યું હતું.

Next Story