અમદાવાદ: એકબાજુ મેઘ મહેર તો બીજી બાજુ AMC તંત્રનો કહેર

New Update
અમદાવાદ: એકબાજુ મેઘ મહેર તો બીજી બાજુ AMC તંત્રનો  કહેર

અમદાવાદમાં બુધવારે મેઘરાજાની મહેરબાદ ગુરુવારે સવારે AMCનો કહેર જોવા મળ્યો હતો. ત્યારે શહેરના પૂર્વ વિસ્તાર સહિત પશ્રીમ વિસ્તારોમાં પણ રોડ પર ખાડા અને ભુઆ જોવા મળ્યા હતા. ત્યારે રોજ નોકરી ધંધા માટે આવા ગમન કરતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ એ.એમ.સી ના કોઈપણ અધિકારીઓ ઘટના સ્થાને જોવા મળ્યા નહોતા.

અમદાવાદમાં મેઘરાજાની મહેર બાદ મ્યુનિસિપલ તંત્રની પોલ બહાર પડી હતી. ત્યારે શહેરના અનેકો વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડાઓ અને ભુઆ પડ્યા હતા.જો વાત કરવામાં આવે પ્રી- મોન્સૂન કામગીરીની તો બુધવારે મોદી રાત્રે શહેરના પૂર્વ વિસ્તારમાં ઝાડ પડવાની ઘટનાઓ બની હતી. જેના કારણે GSRTC ની બસના મુસાફરોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ તંત્ર દ્વારા પ્રી- મોન્સૂનના મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હતા. ત્યારે તે દાવાઓ પોકળ સાબિત થયા છે અને સાથે સાથે હજુ પણ હવામાંન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હજુ પણ તંત્ર સજ્જ હોય તેમ લાગી રહ્યું નથી. ત્યારે આ તંત્રની કામગીરી પર અનેકો સવાલો ઉઠી રહ્યા છે.લોકો ટેક્સ તો સમયસર આપે છે. પરંતુ તે ટેક્સનો યોગ્ય ઉપીયોગ તંત્ર દ્વારા કરવામાં આવી નથી રહ્યો ત્યારે હવે લોકો ત્રસ્ત છે પણ તંત્ર પોતાની આળસમાં મસ્ત છે.

Latest Stories