/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/vlcsnap-2019-07-12-16h09m38s481.png)
અમદાવાદની એલડી આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીએ પોતાની વિનિમયતા ખોતા કોલેજના પ્રિન્સિપાલને માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરવામાં આવતા તે વિદ્યાર્થીને પકડવામાં આવ્યો છે.
સરકાર જ્યાં બેટી બચાઓ બેટી પઢાઓ ના નારા લગાવી રહી છે. ત્યાં જો વાત કરવામાં આવે તો અમદાવાદની એલડી એન્જીનીયરીંગ કોલેજમાં એક વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થિનીને કોલેજના પરિસરમાં મારવામાં આવઇ હતી. તેને કારણે કોલેજના પ્રિન્સિપાલ દ્વારા તેને ઓફિસમાં બોલાવવામાં આવ્યા ત્યારે પ્રિન્સિપાલ સાથે બોલાચાલી થતા મામલો વણસતા તે વિદ્યાર્થી દ્વારા પ્રિન્સિપાલને પણ મારવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે બાદ કોલેજના સંચાલકો દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને તે વિદ્યાર્થીને ઘટના સ્થળેથી પકડી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના વિરૂધ ફરિયાદ નોંધી આગળની તાપસ હાથ ધરવામાં આવી હતી.