Connect Gujarat
Featured

અમદાવાદ : પેટ્રોલ- ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવા કોંગ્રેસે કાઢી પદયાત્રા

અમદાવાદ : પેટ્રોલ- ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવા કોંગ્રેસે કાઢી પદયાત્રા
X

પેટ્રોલ તથા ડીઝલના ભાવ પ્રતિ લીટર 80 રૂપિયાને પાર કરી જતાં મધ્યમવર્ગની કમર તોડી નાંખી છે. પેટ્રોલ તેમજ ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસે સરકારને ઘેરી છે ત્યારે અમદાવાદમાં પદયાત્રાનું આયોજન કરાયું હતું. વિરોધ પ્રદર્શન માટે નીકળેલાં કોંગી આગેવાનોની રસ્તામાંથી જ પોલીસે અટકાયત કરી લીધી હતી.

સરકાર કોઇ પણ પક્ષની હોય પણ પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવો ગરીબ અને મધ્યમવર્ગની સાથે સત્તાસ્થાને બેઠેલા લોકોને પણ દઝાડતાં હોય છે. કોંગ્રેસની સરકાર હોય ત્યારે ભાજપ અને ભાજપની સરકાર હોય ત્યારે કોંગ્રેસ વિરોધ કરતું હોય છે. છેલ્લા કેટલાક દિવસથી સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધતાં કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરવાના પ્રયાસો વેગવંતા બનાવી દીધાં છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં અમદાવાદમાં સરદારબાગથી એલિસબ્રિજ ટાઉનહોલ સુધી પદયાત્રા કરી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે સરદારબાગ બહાર આવતા જ અમિત ચાવડા અને ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, કોર્પોરેટર શાહનવાઝ શેખ સહિતના કાર્યકરોની PI અને પોલીસે અટકાયત કરી લીધી હતી.

પદયાત્રામાં શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ સહિતના નેતાઓ, કોર્પોરેટર જોડાયા હતા. પોલીસે કાર્યકરોની અટકાયત કરવાનું શરૂ થતાં યુથ કોંગ્રેસના નેતાઓએ પોલીસના વાહનોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ રસ્તા પર સુઈ ગયા અને ગાડી ઉપર ચડી ગયા હતા. પદયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા

Next Story