Connect Gujarat
Featured

અમદાવાદ : માસ્ક નહિ પહેરો તો 500 અને જાહેરમાં થુંકશો તો 10 હજારનો લેવાશે દંડ

અમદાવાદ : માસ્ક નહિ પહેરો તો 500 અને જાહેરમાં થુંકશો તો 10 હજારનો લેવાશે દંડ
X

અમદાવાદ શહેરમાં વધી રહેલાં કોરોનાના કેસોને રોકવા માટે તંત્રએ આખરે માસ્ક નહિ પહેરવા બદલ તથા જાહેરમાં થુંકવા સામે વસુલવામાં આવતી દંડની રકમમાં વધારો કર્યો છે. વારંવાર સુચના આપવા છતાં લોકો સુચનાનું પાલન નહિ કરતાં હોવાથી આ નિર્ણય લેવાયો છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ ફરી એકવાર કોરોનાનું એપિ સેન્ટર ન બને તેમાટે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનને દંડની રકમમાં વધારો કર્યો છે.હવેથી માસ્ક ન પહેનારને 500 નો દંડ અને પાનના ગલ્લા પાસે જાહેરમાં થુંકનાર સામે 10 હજાર દંડ લેવામાં આવશે. ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવા તથા જાહેરમાં નહિ થુંકવા માટે સરકારની વારંવારની સુચના છતાં લોકો બેદરકાર જણાય રહયાં છે. લોકોની બેદરકારીથી કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શકયતાઓ વધી છે. જેને પગલે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશને સરકારને માસ્ક ન પહેરવા પર લેવામાં આવતા દંડમાં વધારો કરવાની અપીલ કરી હતી.

સમગ્ર દેશમાં માસ્ક ન પહેરવા પર સૌથી ઓછો 200 રૂપિયા દંડ ગુજરાતમાં વસૂલાય છે. હાલ અમદાવાદમાં દર મિનિટે અંદાજે 100થી વધુ લોકો માસ્ક ન પહેરવા બદલ દંડ ભરે છે. માસ્ક નહી પહેરવા બદલ તામિલનાડુમાં સૌથી વધુ 10,000 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબર પર મહારાષ્ટ્રમાં 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. દિલ્હી, ઓડિશા તેમજ પંજાબમાં પણ 500થી 1000 રૂપિયા સુધીનો દંડ વેલાવામાં આવે છે.

Next Story