/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/28145709/maxresdefault-348.jpg)
દેશમાં ફેલાયેલા કોરોના વાયરસના વાવર વચ્ચે વેકસીન શોધવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. દેશમાં ત્રણ સ્થળોએ ચાલી રહેલી વેકસીનની ટ્રાયલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાત નિરિક્ષણ કર્યું હતું. તેમણે શનિવારના રોજ અમદાવાદ, પુણે અને હૈદરાબાદની મુલાકાત લીધી હતી…..
શનિવારના રોજ પીએમ મોદી એ અમદાવાદના ચાંગોદર સ્થિત ઝાયડસ બાયોટેક ફાર્મા કંપની મુલાકાત લીધી હતી. તેમણે કોરોનાની વેક્સીનનું અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કર્યું હતું. વધુમાં તેમણે કંપનીના ચેરમેન પંકજ પટેલ સહીત વૈજ્ઞાનિકો સાથે વેક્સીન અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાને PPE કીટ પહેરીને ઝાયડસના પ્લાન્ટમાં કોરોનાની ટ્રાયલ વેક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. તેઓ અહીં એક કલાક જેટલું રોકાયા હતાં. ત્યાર બાદ તેઓ પુણે જવા માટે ચાંગોદર હેલિપેડ પરથી વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે રવાના થયાં હતાં. ટ્રાયલ્સ માટે કેડિલાની વેક્સિન ઝાયકોવિડ રસી બે તબક્કામાંથી પસાર થઇ ચુકી છે. આ બંને તબક્કામાં ઝાયકોવિડ પ્રાથમિક રીતે અસરકારક સાબિત થઇ રહી છે અને તેના સારા પરિણામ મળ્યા છે. ઝાયડસ કેડિલામાં હાલ ઝાયકોવિડનું ઉત્પાદન પણ ચાલુ છે