Connect Gujarat
Featured

અમદાવાદઃ " રામના નામે માંગ્યા વોટ, જગન્નાથ માટે મનમાં કેમ ખોટ" ના પોસ્ટર સાથે રથયાત્રા ન નીકળતા વિરોધ

અમદાવાદઃ  રામના નામે માંગ્યા વોટ, જગન્નાથ માટે મનમાં કેમ ખોટ ના પોસ્ટર સાથે રથયાત્રા ન નીકળતા વિરોધ
X

અમદાવાદ શહેર અને રાજ્યનો હિન્દૂ ધર્મ પ્રેમી સમાજ રથ યાત્રા ન નીકળવા પાછળ રાજ્ય સરકારને જવાબદાર ગણાવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના જજીઝ બંગ્લોઝ વિસ્તારમાં રથયાત્રા ન નીકળતા પોસ્ટરો લગાવી વિરોધ નોંધાવ્યો.

અમદાવાદ શહેરની ઐતિહાસિક ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા કોરોના મહામારીના પગલે નહિ નીકળવાના હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યની ભાજપ સરકાર ચારે તરફથી ઘેરાઈ ગઈ છે અમદાવાદ શહેરના જજીઝ બંગ્લોઝ વિસ્તારમાં "કર્યો વિશ્વાસઘાત માફ નહીં કરે ભગવાન જગન્નાથ" "હિન્દૂ ઠેકેદારો ના રાજમાં મહંત માંગે છે મોત" "રામના નામે માંગ્યા વોટ, જગન્નાથ માટે મન માં કેમ ખોટ" આવા પ્રકારના પોસ્ટરો લગાવી લોકોએ રથયાત્રા ન નીકળી હોવાથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં રથ યાત્રાનો આ વિવાદ પર રાજકારણ ગરમાય તો કોઈ નવાઈ નહિ

ઉલ્લેખનીય છે કે ગુજરાત સંત સમાજ એમ પણ કહી રહ્યો છે કે, જો પુરીની રથયાત્રા નીકળી શકતી હોય તો અમદાવાદની પણ રથયાત્રા નીકળી શકત પરંતુ ક્યાંકને ક્યાંક રાજ્ય સરકારના આયોજનના અભાવે હાઈકોર્ટે ઐતિહાસિક રથયાત્રા નીકળવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે શહેરમાં પોસ્ટરો લગાવી લોકો રથયાત્રા ન નીકળી હોવાનો વિરોધ કરી રહ્યા છે.

Next Story