અમદાવાદ : “કોરોના” કરફયુનો કડક અમલ, દરેક પોઇન્ટ પર પોલીસ છે હાજર

0

દિવાળીના તહેવારો બાદ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવતાં શહેરમાં કરફયુ લાદી દેવામાં આવ્યો છે. 

કોરોના સંક્રમણ ને રોકવા અમદાવાદમાં 57 કાલાક નો કરફ્યુ નાખવામાં આવ્યો છે ગઈકાલે રાત્રી ના 9 વાગ્યા થી શહેરમાં કરફ્યુ નો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પીલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે એન્ટ્રી પોઇન્ટ સહિતના વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે….

કરફ્યુમાં કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન ના થાય અને કોવિડ 19 ના ગાઈડ લાઇન ના પાલન માટે તંત્ર અને પોલીસ સજ્જ થઈ છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં બસ ડેપો રેલવે સ્ટેશન એરપોર્ટ સહિતના વિસ્તારોમાં પોલીસ ચેકીંગ કરી રહ્યું છે જે લોકો બહાર નીકળે છે તેમની પૂછપરછ કરવામાં આવે છે સાથે ડોક્યુમેન્ટ પણ ચેક કરવામા આવી રહયા છે 

બહારગામ થી અમદાવાદ પરત ફરતા લોકો ને રેલવે સ્ટેશન ની બહાર થી એએમટીએસ બસ સેવા પુરી પાડવામાં આવી રહી છે…શહેરના મુખ્ય ચાર રસ્તાઓ અને સોસાઇતિ માં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે….ઘરની બહાર નીકળનારાઓ સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરી છે..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here