Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ટ્રાફિક નિયમ અંગે થયેલા કમિશ્નરના આદેશને ઘોળીને પી જતા અધિકારીઓ, BRTS લેનમાં જોવા મળ્યા પ્રાઇવેટ વાહનો

અમદાવાદ : ટ્રાફિક નિયમ અંગે થયેલા કમિશ્નરના આદેશને ઘોળીને પી જતા અધિકારીઓ, BRTS લેનમાં જોવા મળ્યા પ્રાઇવેટ વાહનો
X

અમદાવાદના

પાંજરાપોળ વિસ્તારમાં બનેલી ઘટના બાદ અમદાવાદના બીઆરટીએસ બસ સ્ટેન્ડ

પર ટ્રાફિક પોલીસ સહિત બાઉન્સર રાખવાની પણ વાત કરવામાં આવી હતી. કમિશ્નરના આદેશ અનુસાર BRTS લેનમાં માત્ર

ઇમર્જન્સી વાહનોને મંજૂરી આપવામાં

આવી હતી, તેની જગ્યાએ પ્રાઇવેટ વાહનો પણ બિન્દાસ આવતા જતા નજરે પડ્યા હતા.

અમદાવાદના પૂર્વ વિસ્તાર એટલે કે, સીટીએમ એક્સપ્રેસ હાઈવે અને ક્રોસ રોડ એવી અનેક જગ્યાએ પાંજરાપોળ BRTSની ઘટના બન્યા બાદ દરેક જગ્યાએ ટ્રાફિક પોલીસ અને બાઉન્સર રાખવાની વાત કરવામાં આવી હતી. પરંતુ જ્યારે કનેક્ટ ગુજરાત દ્વારા તેનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યુ ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારના કેટલાક બસ સ્ટેન્ડ છે કે, ત્યાં કોઈપણ બાઉન્સર કે ટ્રાફિક કર્મીઓ રાખવામાં આવ્યા નથી. ઉપરાંત સ્થાનિક લોકો દ્વારા નિયમોનું ઉલ્લંઘન બિન્દાસપણે કરવામાં આવે છે, જ્યારે ઉલ્લંઘન કરતા લોકોને આ મામલે પૂછવામાં આવ્યું ત્યારે કોઈને કોઈ બહાના કાઢી ત્યાથી નાસી છૂટયા હતા. પરંતુ ક્યાંકને ક્યાંક આ મામલે અધિકારીઓ તેમજ તંત્રની કામગીરી ઉપર પણ મોટા સવાલો ઉભા થઇ રહ્યા છે, ત્યારે કમિશ્નરના આદેશ અને નિયમો માત્રને માત્ર પરિપત્ર ઉપર જ રહી ગયા હોય તેમ જણાઈ આવ્યું છે.

Next Story