અમદાવાદ : બેરોજગાર ભેજાબાજે વર્તમાન પત્રોમાં સરકારી નોકરીમાં ભરતીની આપી ખોટી જાહેરાત, જુઓ પછી શું થયું..!

0

અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ પોલીસે વર્તમાન પત્રોમાં સરકારી નોકરીમાં ભરતીની ખોટી જાહેરાત આપનાર ભેજાબાજની રાજકોટથી ધરપકડ કરી IT એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોરોનાના કાળમાં ઠગબાજો કમાવા માટેના અવનવા રસ્તાઓ શોધી કાઢતા હોય છે. ગુજરાતી અખબારોમાં 2500 જગ્યાઓ માટે જાહેર ખબર છપાઈ હતી. સરકારી હોદ્દાઓ જેવા ભળતા નામે ભરતી બહાર પાડી લૂંટવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. જેમાં અનેક લોકો આ જાહેરાતથી ભરમાયા હતા. પણ આ એક લૂંટવાની સ્કીમ છે, તેવું બહાર આવતા રાજ્યની પોલીસ એલર્ટ થઇ હતી. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે રાજકોટથી સંદીપ પંડ્યા નામના આરોપીની ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અલગ અલગ વર્તમાન પત્રોમાં તા. 15 ઓક્ટોબરના રોજ જાહેરાત આવી હતી. જેની સામે શ્રમ-રોજગાર કચેરીના મદદનીશ નિયામકે ફરિયાદ નોંધાવી હતી. જોકે સરકાર સાથે મળતા નામનું ઇ-મેઇલ આઇડી બનાવ્યું હતું. જોકે ગુજરાત સરકારે આવી કોઈ પણ સીઘી ભરતીની જાહેરાત કરી નહોતી, ત્યારે યુવાનોને છેતરવા માટે વ્યવસાય વિકાસ અધિકારી, ગ્રાહક સેવા અધિકારી, જિલ્લા અધિકારી, કોમ્પ્યુટર ઓપરેટર, ડેટા એન્ટ્રી ઓપરેટ જેવા નામો રાખી ખોટી ભરતી બહાર પાડવામાં આવી હતી. ઠગબાજો દ્વારા ધોરણ-10 અને 12 પાસ યુવકોને છેતરવાનો મોટો કારસો રચાઈ રહ્યો હતો. ગુજરાત એમ્પલોયમેંટ સર્વિસના નામે અખબારોમાં જાહેર ખબર આપવામાં આવી હતી. જે દરેક અરજી દીઠ 300 રૂપિયા ફોર્મ ભરવાના આપવાનું જાહેર ખબરમાં કહેવાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here