અમદાવાદ : તસ્કરો કીમંતી સામાનના બદલે લુંટી ગયા પરણિતાની "લાજ", પણ પોલીસથી ન બચી શકયાં

બે તસ્કરો પૈકી એક એ પરણિતાને પકડી રાખી હતી જયારે બીજાએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

New Update
અમદાવાદ : તસ્કરો કીમંતી સામાનના બદલે લુંટી ગયા પરણિતાની "લાજ", પણ પોલીસથી ન બચી શકયાં

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતી પરણિતાના ઘરમાં ચોરી કરવા ઘુસેલા બે તસ્કરો તેની સાથે દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયાં હતાં. તસ્કરો મકાનમાં ચોરી કરવા ઘુસી ગયા હતાં પણ પાછળથી તેમને ખબર પડી હતી કે ઘરમાં કોઇ છે. પરણિતા તસ્કરોને જોઇ જતાં પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. બે તસ્કરો પૈકી એક એ પરણિતાને પકડી રાખી હતી જયારે બીજાએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

Advertisment

પરણિતાએ છુટવાનો પ્રયાસ કરતાં એક આરોપીએ તેને બ્લેડ મારી દેતા તે ઘાયલ થઇ હતી. યુવતીએ ચીસાચીસ કરતા બંને આરોપીઓ ફરાર થઈ ગયા.. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે ખસેડીને પોલીસે ફરિયાદ નોંધી.. અને ગણતરીની કલાકોમાં બંને આરોપીને ઝડપી લીધા..યુવતીએ આરોપીની જે ઓળખ બતાવી હતી જેના આધારે પોલીસે મોબાઈલ ચોર, લૂંટારા અને નશો કરતા આરોપીનું લિસ્ટ મેળવી તપાસ શરૂ કરી..

જેમાંથી એક મોબાઈલ ચોરનો ચહેરો યુવતીએ જણાવેલા આરોપીથી મળતો હતો.. જેથી પોલીસે મોબાઈલ ચોરની અટકાયત કરીને પૂછપરછ કરતા દુષ્કર્મનો ભેદ ઉકેલાયો. મોબાઈલ ચોર અને તેના મિત્રએ લૂંટ કરવા માટે યુવતીના ઘરમાં પ્રવેશ કર્યો.. અને યુવતીની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું.. ઓઢવ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.

Advertisment
Latest Stories