Connect Gujarat
અમદાવાદ 

વ્યાજખોરીના ગુન્હામાં અમદાવાદ કોંગ્રેસના નેતા સહિત 3 વ્યાજખોરોની ધરપકડ...

અમદાવાદ આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

X

અમદાવાદ આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ફરિયાદી રાઇસ મિલના માલિકે 15 વર્ષ પહેલાં ભાગીદારીમાં ખરીદેલી જમીન વિવાદિત નીકળતા પૈસા ફસાયા હતા, જેથી વેપારીએ મહિલા સહિત 6 વ્યાજખોર પાસેથી માસિક 10થી 40 ટકા વ્યાજે 3.78 કરોડ રૂપિયા લીધા હતા, જેની સામે 9.95 કરોડ રૂપિયા ચૂકવ્યા છતાં પણ વ્યાજખોરોએ મૂડી અને વ્યાજ પેટે વધુ 3.36 કરોડ રૂપિયા બાકી હોવાનું કહી ધમકી આપતા હતા. તેમ જ 2 મકાન, ચેક અને પ્રોમિસરી નોટ પણ લખાવી લીધી હતી. જેમાં એક આરોપી નિવૃત પોલીસ અધિકારીનો દીકરો અને શહેરના કોંગ્રેસ પ્રવક્તા જયેન્દ્રસિંહ પરમારનું નામ બહાર આવ્યું હતું. જોકે, શહેર કોંગ્રેસ પ્રવક્તાએ પણ ફરિયાદીને વ્યાજે રૂપિયા આપી તેને લૂટવાનું કામ કર્યું હતું, ત્યારે હાલ આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story