અમદાવાદ દુર્ઘટનામાં ભરૂચના 3 મુસાફરો પ્લેનમાં સવાર હતા, કલેકટર ગૌરાંગ મકવાણાએ કરી પુષ્ટી

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે

New Update
  • અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના

  • લંડન જઈ રહ્યું હતું વિમાન

  • ભરૂચના 3 મુસાફરો પણ હતા સવાર

  • વહીવટી તંત્રએ કરી પુષ્ટી

  • જંબુસર- ભરૂચના 3 લોકોનો સમાવેશ

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે
અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી.અમદાવાદથી બપોરે 1. 38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા.ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના 5 લોકો હોવાની પુષ્ટિ આપી હતી. આ તરફ ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના 3 મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસરોદના હોવાની પુષ્ટિ કરી છે. ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના 5 મુસાફરોના બહાર આવેલા નામોમાં જંબુસરના પટેલ સાહિલ , ભરૂચના પટેલ અલ્તાફ હુસેન, સાંસરોદના તાજુ હુસેના , તાજુ આદમ અને ભરૂચના સાજેદા મીસ્તર કાવીવાલાનો સમાવેશ થાય છે.પ્લેનમાં સવાર પૈકી પટેલ અલ્તાફહુસેન તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા. યુકે સ્થાયી થયેલ પરિવારના ત્રણ લોકો ઈદ મનાવી પરત જઈ રહ્યા હતા તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.
Latest Stories