આગ ઓકતી ગરમીમાં ગુજરાતીઓ શેકાયા અમદાવાદમાં નોંધાયું 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40થી 42 ડિગ્રી ઉપર પહોચ્યો

New Update
આગ ઓકતી ગરમીમાં ગુજરાતીઓ શેકાયા અમદાવાદમાં નોંધાયું 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમ સીમાએ પહોચ્યો છે. અંગ દઝાડતી ગરમીમાં ગુજરાત શેકાયું છે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં બે દિવસ રેડ અલર્ટની આગાહી વચ્ચે રેકોર્ડબ્રેક તાપમાન નોધાયુ છે. અમદાવાદમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ હતું.

લોકોને ગરમીમાં ભારે મુશ્કેલી પડી હતી. સવારના 10 વાગ્યાથી જ શહેરના રસ્તાઓ પર કરફ્યુ જેવો માહોલ જોવા મળતો હતો. મોડી સાંજ થવા છતાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો. એરપોર્ટ વિસ્તારમાં 47.3 ડિગ્રી તાપમાન નોધાયુ હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી તાપમાન, વડોદરામાં 45 ડિગ્રી તો ડીસામાં 45.4 ડિગ્રી તાપમાન નોધાયુ છે. જ્યારે અમરેલીમાં 44.4 ડિગ્રી તાપમાન નોધાયુ છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40થી 42 ડિગ્રી ઉપર પહોચ્યો હતો.

Latest Stories