New Update
/connect-gujarat/media/media_files/2024/11/24/AYszlKVy2MBqhEUP7oZM.png)
અમદાવાદમાં ઘોડાસર વિસ્તારમાં બાઈક ઉપર પસાર થઈ રહેલા યુવાનનું ચાઇનીઝ દોરીથી ગળુ કપાતા ગંભીર ઈજાને પગલે સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ નારોલ વિસ્તારમાં રહેતા અને દૂધેશ્વર વિસ્તારમાં કુરિયર કંપનીમાં નોકરી કરતા27 વર્ષના હિમાંશુ રાણા ગતરોજ સાંજે6 વાગ્યે બાઇક લઈને ઘોડાસર ચોકડી થી કેનાલ તરફ આવી રહ્યા હતા. આ સમયે અચાનક ચાઇનીઝ દોરી ગળામાં આવી જતા યુવક બાઇક સાથે રોડ ઉપર પટકાયો હતો અને લોહી લુહાણ હાલતમાં મૃત્યુ પામ્યો હતો.
પોલીસે CCTV કેમેરાના ફૂટેજ ચેક કરતા બાઈક ઉપર પસાર થતો હતો ત્યારે ગળામાં દોરી આવી ગઈ હતી. જેથી યુવક ગાળામાંથી દોરી હટાવવાનો પ્રયાસ કરી રહ્યો પરંતુ ગળું કપાઈ જતા રોડ ઉપર પટકાતા મોત થયું હતું.પોલીસને બાઈકમાં ફસાયેલી ચાઇનીઝ દોરી પણ મળી આવી હતી.