અમદાવાદ-વડોદરા એક્સ્પ્રેસ વે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 6ના મોત

આણંદ જિલ્લાના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માતની ઘટના સામે આવી હતી

New Update

આણંદ જિલ્લાના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માતની ઘટના સામે આવી હતી આ ઘટનામાં 6ન લોકોના મોત નિપજ્યાં હતા તો 8 લોકોને ગંભીર ઇજા પોહચી હતી.

મળતી માહિતી અનુસાર આણંદ નજીકથી પસાર થતો  અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહારાષ્ટ્ર થી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસનું ટાયર ફાટતાં સાઈડમાં ઉભી હતી.ત્યારે ડ્રાઈવરક્લિનર તેમજ કેટલાક મુસાફરો પણ બસમાંથી ઉતરી ડિવાઈડર પર બેઠા હતા.

આ ક્ષણે મુસાફરોને ક્યાં ખબર હતી કે તેઓની સાથે કઇંક અજુગતું થવાનું છે.અને આ જ સમયે અચાનક પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે બસને પાછળથી ટક્કર મારી અને બસ ડિવાઈડર પર બેઠેલા લોકો પર ફરી વળી હતી.આ ઘટનામાં લોકો કચડાઈ જતા તેમના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચી છે.અકસ્માતની જાણ થતાં બનાવ સ્થળે સ્થાનિક પોલીસફાયર બ્રિગેડ તેમજ 108ની ટીમ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને આણંદની જનરલ હોસ્પિટલ તેમજ કરમસદ મેડિકલ હોસ્પિટલ અને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Read the Next Article

અમદાવાદ : PM મોદીના જન્મદિવસ પ્રસંગે રક્તદાન અમૃત મહોત્સવ 2.0 થીમ અંતર્ગત વિશ્વનો સૌથી મોટો મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

PM મોદીના જન્મદિવસ પ્રસંગે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા 'રક્તદાન અમૃત મહોત્સવ 2.૦' થીમ અંતર્ગત વિશ્વનો સૌથી મોટો 'મેગા બ્લડ ડોનેશન કેમ્પ' યોજાયો

New Update
  • PM મોદીના જન્મદિવસની ઉજવણી

  • રક્તદાન અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી

  • વિશ્વનો સૌથી મોટો મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ

  • ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કેમ્પનો કરાયો પ્રારંભ 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી મોદીના 75માં જન્મદિવસ પ્રસંગે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા 'રક્તદાન અમૃત મહોત્સવ 2.૦થીમ અંતર્ગત વિશ્વનો સૌથી મોટો 'મેગા બ્લડ ડોનેશન કેમ્પયોજાયો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની દેશભરમાં લોકો અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છેત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા 'રક્તદાન અમૃત મહોત્સવ 2.૦થીમ અંતર્ગત વિશ્વનો સૌથી મોટો 'મેગા બ્લડ ડોનેશન કેમ્પયોજાયો હતો.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ કેમ્પનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કેવડાપ્રધાન  નરેન્દ્ર મોદીના 'સેવા પરમો ધર્મ'ના વિઝનથી પ્રેરિત આ પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય 75 દેશોમાં 7500થી વધુ કેમ્પ દ્વારા 3 લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનો છે. આ કાર્યક્રમ સાબિત કરે છે કેજન્મદિવસ ની સાચી ઉજવણી અન્યના જીવનમાં ખુશી અને આશા લાવવાથી થાય છે.

Latest Stories