"ખુદ રક્ષક જ ભક્ષક"અમદાવાદમાં MICAના વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપી પોલીસકર્મી ઝડપાયો

સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયા નામનો પોલીસકર્મી MICAના વિધ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરી પંજાબ ભાગી ગયો હતો.

New Update
Ahmedabad Studebt Murder Case

અમદાવાદની શેલાની MICAમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવક પ્રિયાંશુ જૈનની હત્યાના કેસમાં પોલીસે આરોપીઓનો સ્કેચ જાહેર કર્યાના24 કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. આ હત્યારો પોલીસ કોન્સ્ટેબલ હોવાનો મોટો ખુલાસો થયો છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયા નામનો પોલીસકર્મી હત્યા કરીને પંજાબ ભાગી ગયો હતો.અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વિરેન્દ્રસિંહ પઢેરિયાને ઝડપી પાડ્યો છે.જાણવા મળ્યા મુજબ પોલીસકર્મીએ દારૂના નશામાં હત્યા કરી હતી.

ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ હત્યા થઈ હતી.જેની આસપાસ એક કિલોમીટરમાં કોઈ પણ CCTV ન હતા.પરંતુ સ્થાનિક સૂત્રો પાસેથી માહિતીના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું બ્લેક કારમાં આવેલી વ્યક્તિએ હત્યા કરી હતી. ત્યારબાદ વિરેન્દ્રસિંહ પઢેરિયા તેની કાર અવાવરૂ જગ્યાએ મૂકીને પંજાબ ભાગી ગયો હતો.પરંતુ પોલીસે એક પછી એક કડી જોડતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

ઉત્તર પ્રદેશના મેરઠના વતની23 વર્ષીય પ્રિયાંશુ જૈન શેલાની MICA  કોલેજમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. રવિવારે રાતે 8 વાગે પ્રિયાંશુ અને તેની સાથે અભ્યાસ કરતા પૃથ્વીરાજ મહાપાત્રા નામના યુવકને કોલેજમાં ઇન્ટરવ્યૂ હતો. આ કારણોસર તેઓ કપડા સીવડાવવા બોપલમાં સરકારી ટયુબવેલ પાસે આવેલા એક ટેલરને ત્યાં શૂટનું માપ આપવા ગયા હતા.

ત્યાર પછી રાતે જમીને રાતના 10:30 વાગે હોસ્ટેલ પરત આવી રહ્યા હતાત્યારે રેઇનફોરેસ્ટ ચાર રસ્તા પાસે વળાંક લેતા સમયે પૂરઝડપે એક કાર પસાર થઇ હતી.જેથી પ્રિયાંશુએ તેને વાહન સરખું ચલાવવાનું કહ્યું હતું અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.આ બાબતે ગુસ્સે થઈને કારચાલકે તેને એક સાથે બે છરીથી યુવકને ઘા ઝીંકી દીધા હતા. બાદમાં પ્રિયાંશુ જૈનનો મિત્ર પૃથ્વીરાજ તેને સારવાર માટે બોપલની એક ખાનગી હોસ્પિટલ લઈ ગયો હતોજ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આશાસ્પદ વિદ્યાર્થીની હત્યાની ઘટનામાં આખરે પોલીસે ભેદ ઉકેલી કાઢીને આરોપીને દબોચી લીધો છે,ત્યારે પોલીસકર્મી જ હત્યારો નીકળતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. 

Latest Stories