Connect Gujarat
અમદાવાદ 

ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસે કહ્યું જનતા બદલાવ માટે આપશે વોટ, AAP દ્વારા પણ મતદારોને કરાય અપીલ

ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થતાં તમામ પાર્ટીઓ તેની તૈયારીઓમાં લાગી ગઈ છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ની જાહેરાત સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે આજે બન્ને પક્ષ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી જેમાં વિવિધ પ્રકારના દાવા કરવામાં આવ્યા હતા

ગુજરાત વિધાનસભાની ચુંટણી જાહેર થતાં તમામ પાર્ટીઓ તેની તૈયારીઓમાં લાગી ગઈ છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેઓએ ભાજપને હરાવવા કોંગ્રેસ પૂરી રીતે તૈયાર છે તેવું નિવેદન આપ્યું હતું. ગુજરાતની ચુંટણીમાં પાંચ કરોડ મતદાર વોટ આપશે અને 5200 બુથ પર ચુંટણી થશે. ગુજરાતની આ વખતે જનતા બદલાવ માટે વોટ આપશે તેવો તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.આ ફ્રોડ સરકારને ગુજરાતની જનતા વોટ નહિ આપે એવો દાવો કર્યો હતો

આ તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આજે ગુજરાતની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે. ગુજરાતની જનતાને હું અભિનંદન પાઠવું છું. પોતાના આગામી પાંચ વર્ષ માટે ગુજરાતનો વહીવટ સોંપવા માટેની અનેરી તક ગુજરાતની જનતાને મળી છે.મને પૂરો વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં દરેક રાજનૈતિક પાર્ટીઓ પોતાની મર્યાદામાં રહીને અને સારી રીતે ચૂંટણીને સફળ બનાવશે અને આમ આદમી પાર્ટી વતી આ ચૂંટણીમાં વ્યવસ્થિત અને ન્યાયિક રીતે ભાગ લઈશું એની પૂરી બાંહેધરી આપું છું.

Next Story