Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કરછના દરિયામાંથી ઝડપાયેલ રૂપિયા 175 કરોડના હેરોઇન કેસમાં કુખ્યાત આરોપીની ATSએ દિલ્હીથી કરી ધરપકડ

કરછના દરિયામાંથી ઝડપાયેલ રૂપિયા 175 કરોડનું હેરોઇન ઝડપવાનો મામલો, ગુજરાત ATSએ કુખ્યાત આરોપી સાહિદ કાસમની કરી ધરપકડ.

X

જાન્યુઆરી માસમાં કરછના દરિયામાંથી ઝડપાયેલ રૂપિયા 175 કરોડના હેરોઇન કેસમાં સંડોવાયેલ કુખ્યાત આરોપીની ગુજરાત એ.ટી.એસ.એ દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરી છે. આરોપી ફ્લાઇટમાં દુબઈથી દિલ્હી આવ્યો હતો ત્યારે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

ગુજરાત ATSને 175 કરોડના હેરોઇન-ડ્રગ્સ મામલે મોટી સફળતા મળી છે। કચ્છના દરિયામાંથી ઝડપાયેલાં 175 કરોડનું હેરોઇન કેસમાં સંડોવાયેલા આરોપીની ATSએ દિલ્હીથી ધરપકડ કરી લીધી છે. સાહિદ દુબઇથી દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ તેને દબોચી લેવામાં આવ્યો હતો. આરોપી પર આતંકી સંગઠનને મદદ કરવાની વાત પણ સામે આવી રહી છે. પકડાયેલ આરોપી પાકિસ્તાનથી દેશના વિવિધ વિસ્તારો અને રાજ્યોમાં ડ્રગ ઘુસાડતા હતો આરોપી શાહિદ કાસમ મૂળ કચ્છનો રહેવાસી છે.

બાતમીના આધારે એટીએસે દુબઇ થી દિલ્લી આવતી ફ્લાઇટ પર વોચ ગોઠવી હતી અને આરોપી દુબઇ થી ફલાઇટમાં દિલ્હી આવતા જ એટીએસ પોતાનું ઓપરેશન પાર પાડ્યું અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.ગત જાન્યુઆરી મહિનામાં ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે મધદરિયે મોટું ઓપરેશન પાર પાડી જખૌના દરિયામાંથી ડ્રગ્સ ભરેલી પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી જે ભારતીય જળસીમામાં ઘુસાડવામાં આવતા હતા.બોટમાં રહેલા હેરોઈનના એક કિલોગ્રામ નો એક એવા 35 પેકેટ કબજે કરવામાં આવ્યા હતા.

આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 175 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. ગુજરાતમાં આરોપી 3 ગુન્હામાં વોન્ટેડ છે નાર્કોટિક્સ બાદ તે આતંકવાદી સંગઠનોને પણ ફંડિંગ કરી રહ્યો છે તેવી પણ અમને માહિતી મળી છે આરોપી શાહિદ કાસમનું નેટવર્ક કાશ્મીર સુધી ફેલાયેલ છે તે સમુદ્ર માર્ગે ડ્રગ ઘુસાડવામાં માહિર છે.

Next Story