અમદાવાદ : ધોળકાના સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સાફ કરવા ઉતરેલા વધુ 2 કામદારોના મોત, બચાવવા ઉતરેલાને પણ ગેસ ગળતરની અસર

ગેસ ગળતરના કારણે બંને ફસાઈ જતાં તેમને બચાવવાની કામગીરીમાં પહેલાં ધોળકા ફાયર વિભાગના કમર્ચારીઓ જોડાયા હતા

New Update
અમદાવાદ : ધોળકાના સુએજ પ્લાન્ટમાં ચેમ્બર સાફ કરવા ઉતરેલા વધુ 2 કામદારોના મોત, બચાવવા ઉતરેલાને પણ ગેસ ગળતરની અસર

અમદાવાદના ધોળકામાં ગટર સાફ કરવા ઉતરેલા બે સફાઈ કામદારોના મોત થયા છે. બંને કામદારો મૂળ બાવળા શિયાળ ગામના વતની ગોપાલભાઈ પઢાર અને બીજલભાઈ પઢાર હોવાનું સામે આવ્યું છે. બંને કામદારો પી સી સ્નેહલ કંટ્રકશન પ્રાઇવેટ લિમિટેડ એજન્સી માટે કામ કરતા હતા. તેઓ ધોળકાના પુલેન સર્કલ પાસે આવેલી એસ ટી પી માં સફાઈ માટે ઉતર્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. ગેસ ગળતરના કારણે બંને ફસાઈ જતાં તેમને બચાવવાની કામગીરીમાં પહેલાં ધોળકા ફાયર વિભાગના કમર્ચારીઓ જોડાયા હતા. જોકે, સફળતા હાથ લાગી ન હતી. આખરે અમદાવાદની ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી.

Advertisment

બંને કામદારોને બચાવવા ઉતરેલા સ્થાનિક તરવૈયો પણ સારવાર હેઠળ છે. રાજ્ય અને દેશમાં શારીરિક રીતે ગટર સાફ કરવા બાબતે સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ છતાં અનેક મજૂરો આ રીતે ગટરની સફાઇ કરતા હોય છે. જેમાં અવાર-નવાર આવા મજૂરોના ગૂંગળાઈ જવાથી મૃત્યુ થતા હોય છે. ત્યારે આ મુદ્દે હાઇકોર્ટમાં 11 એપ્રિલે એક અરજી કરવામાં આવી હતી. અરજદાતાએ આક્ષેપ કર્યો છે કે, ગટરના સફાઈ કર્મીઓના મોત મામલે પ્રાથમિક નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગટર સાફ કરતી વખતે પૂરતા સાધનો મજુરોને આપવામાં આવતા નથી. બેદરકાર તંત્ર સફાઈ કર્મીઓને આ રીતે મોતના મુખમાં ધકેલી શકે નહીં. અપૂરતા સાધનોને કારણે માણસોએ ગટરમાં ઉતરવું પડે છે અને પરિણામે ગૂંગળાઈ જવાને કારણે તેમના મોત થાય છે.

Latest Stories