રાજકોટના કમરકોટડા ગામે એક યુવાને કોમ્પિટિટિવ પરીક્ષામાં વારંવાર નાપાસ થતાં ગળાફાંસો ખાઇ પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. હવે આ આત્મહત્યા રાજકીય મુદ્દો બની રહી છે કોંગ્રેસે આને રાજકીય હત્યા ગણાવી છે
રાજકોટ જિલ્લાના ગોંડલના કમરકોટડા ગામે એક યુવાને કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર નાપાસ થતાં નિરાશ થઈને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. જો કે આ મૃતક યુવાન જયેશ જીવરાજભાઈ સરવૈયાએ આપઘાત કરતા પહેલાં અઢી પાનાંની એક ભાવુક સુસાઇડ નોટ પણ લખી હોવાનું સામે આવ્યું છે, આ ભાવુક સુસાઇડ નોટમાં તેને આત્મહત્યાનું કારણ કોમ્પિટિટિવ એક્ઝામમાં સતત નાપાસ થવાનું જણાવ્યું છે. એક્ઝામના કોઈ ઠેકાણા ન હોવા, ચોક્કસ તારીખ ન હોવાથી ઊભા થયેલા ડિમોટિવેશનને ગણાવ્યું હતું. આ મામલો બહાર આવતા હવે ગુજરાત કોંગ્રેસ આ મુદ્દે આગળ આવી છે અને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે.ગુજરાત કોંગ્રેસના યુવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ મુદ્દે રાજ્ય સરકાર આડે હાથ લીધી હતી અને આરોપ લગાવ્યો કે પીએમ નરેન્દ્ર મોદીએ દર વર્ષે 2 કરોડ નોકરી આપવાની જાહેરાત કરી હતી 7 વર્ષમાં 14 લાખ લોકોને પણ રોજગારી નથી મળી બેરોજગારીનો મુદ્દો ગુજરાત અને દેશમાં ચરમ સીમાએ છે આ આત્મહત્યા નથી.આ 23 વર્ષના યુવકનું મોત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી હત્યા છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે