Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: રથયાત્રા દરમ્યાન જમીનથી લઈ આસમાન સુધી પોલીસની ચાંપતી નજર,25 હજાર પોલીસકર્મીઓ સુરક્ષામાં તૈનાત

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આજે નીકળી છે ત્યારે અમદાવાદ પોલીસે આ રથયાત્રાને 25 હજાર પોલીસનું સુરક્ષા કવચ આપ્યું છે.

X

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આજે નીકળી છે ત્યારે અમદાવાદ પોલીસે આ રથયાત્રાને 25 હજાર પોલીસનું સુરક્ષા કવચ આપ્યું છે.જમીન થી લઇ આસમાનથી નજર રાખવામાં આવી છે.શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પગપાળા રથયાત્રા માં જોડાયા છે

ભગવાન જગન્નાથજીની 145 મી રથયાત્રા આજે નીકળી ત્યારે આ રથયાત્રા હેમખેમ નીકળે તે માટે શહેર પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ એક્શન મોડમાં છે આજની રથયાત્રામાં 8 DG/IG, 30 SP,35 ACP, SRP અને CRPF ની 68 કંપની બંદોબસ્તમાં તૈનાત રાખવામા આવી છે.આ વર્ષે રથયાત્રામાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.જેમાં બોડી ઓન કેમેરા,ડ્રોન, ફેસ ડિટેક્શન કેમેરા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે .આખી રથયાત્રા દરમિયાન 25 હજાર પોલીસ સહિત SRP અને CRPFની 68 કંપનીનો બંદોબસ્તમાં તૈનાત રાખવામા આવી છે.

આખી રથયાત્રા દરમિયાન સુરક્ષાની જવાબદારી જેમના શિરે છે તેવા સેક્ટર 2 જેસીપી આર વી અસારીએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું કે પોલીસે આ રથયાત્રા દરમિયાન સુરક્ષામાં કોઈ કચાશ રાખી નથી રથયાત્રા અગાઉ અનેક વખત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે માત્ર જમીનથી નહિ પણ ડ્રોન, હેલીકૉપટરથી પણ સમગ્ર રૂટ પર નજર રાખવામાં આવી રહી છે

Next Story