/connect-gujarat/media/post_banners/1b460d4775b010fb4c98a2204bac9deb2e49e08676f1cc677f45d59d853445e1.jpg)
અમદાવાદની દરિયાપુર પોલીસે મોબાઈલ ચોરીના ગુન્હાના 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી 22 ચોરીના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. આ આરોપીઓ રસ્તે જતાં રાહદારીઓ પાસેથી ફોન ઝૂટવી અથવા લૂંટ કરી ફરાર થઈ જતાં હતા. જોકે, પોલીસ આ 22 મોબાઈલ મૂળ માલિકોને પરત પણ કર્યા છે.
અમદાવાદમાં દરિયાપુર ફ્રૂટ માર્કેટમાં સુરેશ ચૌધરી જે મૂળ વિદ્યાનગરથી આવેલા હતા. તેમનો રિયલમી કપમનીનો ફોન ચોરી થયો હતો. જે બાબતેની ફરિયાદ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી, ત્યારે દરિયાપુર પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડી લીધા હતા. જેમાં આરોપીઓ પાસેથી કુલ 22 અલગ અલગ મોબાઈલ કંપનીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આરોપીઓ તૌફીક ઉર્ફે છેલ્લી કુરેશી, જીલાની પટેલ અને નિહાર પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓ રસ્તે જતાં રાહદરીઓને નિશાન બનાવી તેમની પાસેથી મોબાઈલ ફોન સ્નેચિંગ કરી ચોરી કે, અથવા લૂંટને અંજામ આપતા હતા, ત્યારે હાલ તો દરિયાપુર પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.