અમદાવાદ : 2008ના સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં 49 આરોપીઓ UAPA હેઠળ દોષી જાહેર

અમદાવાદમાં 2008ની સાલમાં થયેલાં શ્રેણીબધ્ધ બોંબ ધડાકાઓના કેસમાં 14 વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે.

New Update
અમદાવાદ : 2008ના સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં 49 આરોપીઓ UAPA હેઠળ દોષી જાહેર

અમદાવાદ અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓની ટીમે રાત દિવસ કામ કરીને 19 દિવસમાં 30 આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં 77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન 7 જેટલા જજ બદલાઈ ગયા છે. આ કેસમાં 1163 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી છે. અત્યાર સુધીમાં આરોપીઓ સામે 521 ચાર્જશીટ થઈ છે.

અમદાવાદમાં થયેલાં સિરિયલ બોંબ બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુજાહીદ્દીને લીધી હતી. મુફ્તિ અબુ બશર તેમજ અન્ય 9 આરોપી બ્લાસ્ટના મુખ્ય આરોપી છે. બ્લાસ્ટ માટે ટિફિન બોમ્બ, સ્કુટર અને કારનો ઉપયોગ થયો હતો. બ્લાસ્ટ સમયે તપાસ અધિકારી તરીકે રહેલાં પી.જે. વાઘેલાએ જણાવ્યું કે શરૂઆતની તપાસમાં અમને ખુબજ મહેનત કરવી પડી હતી. અમે રાત દિવસ એક કરી નાખ્યા હતાં. અલગ અલગ રાજ્યોમાંથી પણ આરોપીને પકડવા આવ્યા હતા આ આખું મોડયુઅલ સિમિનું છે. 2002 માં જે તોફાન થયા હતા તેનો બદલો લેવા માટે બોંબ ધડાકાઓનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આખા કેસનો પર્દાફાશ કરવા ટેક્નિકલ રિસોર્સ અને સર્વેલન્સના આધારે કર્યો હતો.

Latest Stories