અમદાવાદ: ધૂળેટીના રંગ નાખવા બાબતે ગોમતીપૂરમાં પથ્થરમારો,CCTV ફૂટેજના આધારે 6 આરોપીઓ ઝડપાયા

અમદાવાદના ગોમતીપુર આમ્રપાલી સિનેમા નજીક રંગ નાખવા બાબતે મોટી બબાલ થતાં પથ્થરમારો થયો હતો.

New Update
અમદાવાદ: ધૂળેટીના રંગ નાખવા બાબતે ગોમતીપૂરમાં પથ્થરમારો,CCTV ફૂટેજના આધારે 6 આરોપીઓ ઝડપાયા

અમદાવાદમાં રંગ નાખવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. અમદાવાદના ગોમતીપુર આમ્રપાલી સિનેમા નજીક રંગ નાખવા બાબતે મોટી બબાલ થતાં પથ્થરમારો થયો હતો.

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આમ્રપાલી સિનેમા નજીક રંગ નાખવા બાબતે બે જૂથો વચ્ચે અથણામાણ થઈ હતી. જેમાં બબાલ થતા સામસામે પથ્થરમારો થયો હતો. ટોળાએ 10 જેટલા ટેમ્પાના કાચ તોડ્યા હતા.આ ઘટનાની જાણ ગોમતીપુર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. હાલમાં ઘટના સ્થળે SRP પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં 10 જેટલા લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ગોમતીપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે જૂથ અથણામણ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories