/connect-gujarat/media/post_banners/a34dffa90ab0e1f7b582b004bfc70b40c58c7c5a618142970a8f53afca9a5b1a.jpg)
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડિંગના બાંધકામ દરમ્યાન મોટી દુર્ઘટના સર્જાય હતી. કામગીરી દરમ્યાન લિફ્ટ તૂટી પડતાં 7 કામદારોના કરૂણ મોત નિપજ્યાં હતા
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડિંગના બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટવાને કારણે આઠ મજૂરો નીચે પટકાયા હતાં. સાતમા માળેથી પટકાયેલા આઠ મજુરોમાં સાતના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે એકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે ખસેડવામાં આ્યો છે. જ્યારે આ ઘટના બની ત્યારે સાઈટની ઓફિસમાંથી લાઈટ પંખા ચાલુ મૂકી સુપરવાઈઝર સહિતના લોકો નીકળી ગયા હતાં.સાઇટ ઓફિસમાં અંદર બંને ચેમ્બરમાં એસી અને પંખા ચાલુ મૂકી નીકળી ગયા છે.વિઝીટિંગ કાર્ડ પણ છે જેમાં હિતેશ વાલેજા નામ લખ્યું છે.બિલ્ડરનું નામ રમેશચંદ્ર કાલીઆ અને બીજા ભાગીદાર સનસાઈન ગ્રુપમાં પણ છે. એસ્પાયર - 2 નામની બિલ્ડિંગમાં સવારના 9:30 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. જેમાં ઘોઘંબા વિસ્તારના રહેવાસી મજૂરો કામ કરતા હતા.એ દરમિયાન એકાએક લિફ્ટ તૂટી પડતા તેઓ ધડામ દઇને નીચે પટકાયા હતા. જેમાં 7 શ્રમિકોના મોત થયા છે. જ્યારે એક ઘાયલ છે. જોકે આ ઘટનાની જાણ થતા તુરંત ઘટનાસ્થળે પોલીસ ટીમ દોડતી થઇ ગઇ હતી. બાદમાં તમામના મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. હાલ આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.