/connect-gujarat/media/post_banners/ce5693d325a58fe507edff420979d96627534f2713771a8c753891eed25ebeac.jpg)
અમદાવાદના શિવરંજની પાસે કાર BRTS બસ સ્ટેશનમાં ઘૂસી જવાની ઘટના સામે આવી છે. જેમાં કારમાં સવાર 4 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રાજ્યમાં અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને વાહન ચાલક બેફામ રીતે વાહન ચલાવીને અકસ્માતનું કારણ બને છે ત્યારે આ જ રીતે બે દિવસ પહેલા અમદાવાદના હાંસોલમાં કારની અડફેટે મોપેડ સવાર યુવતીનું મોત નીપજયું હતું જ્યારે ગતરાત્રે પણ શિવરંજની વિસ્તારમાં પૂર ઝડપે જતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર BRTS બસ સ્ટેશનમાં ધડાકા ભેર ભટકાય હતી જેમાં કારમાં સવાર 4 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.