અમદાવાદ: યુવાનો માટે ચેતવણી રૂપ કિસ્સો, યુવતીને મળવા ગયેલ યુવકને લૂંટી લેવાયો

ગાંધીનગરમાં રહેતા યુવક અમદાવાદમાં નોકરી કરતો હતો. નોકરી દરમિયાન બસ સ્ટેશન પર તેની અજાણી યુવતી સાથે મિત્રતા થઈ હતી.

New Update
અમદાવાદ: યુવાનો માટે ચેતવણી રૂપ કિસ્સો, યુવતીને મળવા ગયેલ યુવકને લૂંટી લેવાયો

ગાંધીનગરમાં રહેતા યુવક અમદાવાદમાં નોકરી કરતો હતો. નોકરી દરમિયાન બસ સ્ટેશન પર તેની અજાણી યુવતી સાથે મિત્રતા થઈ હતી. યુવતી નંબર આપીને બીજા દિવસે યુવકને મળવા બોલાવ્યો હતો. યુવક મળવા જતા યુવતીએ તેના સાથી સાથે મળીને યુવકને છરો બતાવી મોબાઈલ અને પાકીટ પડાવી લીધું. સમગ્ર મામલે યુવકે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.ઠાકોર નામનો 22 વર્ષીય યુવક દિલ્હી દરવાજા ખાતે સ્પેરપાર્ટ ની દુકાનમાં નોકરી કરે છે.11 ફેબ્રુઆરી સાંજે બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો, ત્યારે અજાણી યુવતી તેને મળી હતી. યુવતી તેનું નામ શીતલ જણાવીને હર્ષનો નંબર માંગ્યો હતો. એકબીજાને નંબર આપીને બંને છૂટા પડ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે સાંજે શીતલ નામની યુવતીએ હર્ષ ને ફોન કરીને મળવા બોલાવ્યો હતો. જેથી હર્ષ દધીચિ સર્કલ પાસે એક્ટિવા લઈને યુવતીને મળવા ગયો ત્યારે અજાણ્યો 20-22 વર્ષનો યુવક પણ ત્યાં આવ્યો હતો. જ્યાં અજાણ્યા યુવકે હર્ષને કહ્યું કે, આ છોકરી અને તારા વચ્ચે શું સંબંધ છે? આટલું કહી હર્ષનો કોલર પકડીને લાતો અને ફેટ મારવા લાગ્યો હતો. શીતલ પણ અજાણ્યા યુવક સાથે મળીને ગાળો બોલી ધમકાવવા લાગી હતી. યુવકે છરો કાઢીને હર્ષના ગળા પર મૂક્યો અને મારી નાખવાનો ડર બતાવી મોબાઇલ ફોન તથા પાકીટમાં રહેલા 500 રૂપિયા અને પાકીટ પડાવી લીધું હતું. બાદમાં પોલીસને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. આ સમગ્ર મામલે હર્ષે માધવપુરા પોલીસ સ્ટેશનમાં શીતલ અને અજાણ્યા યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Latest Stories