/connect-gujarat/media/post_banners/bf7d5030c9acd08abd48d9bcd7439e66529340611ed1ccffd50cbcf12ed6d855.jpg)
145 મી રથયાત્રા પર ભગવાન જગન્નાથજીને રિઝવવા માટે ભક્તો અવનવા પ્રયાસ કરી રહ્યા છે.ત્યારે અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શિલ્પાબેન ભટ્ટે ચોકલેટનો રથ બનાવી અનોખી રીતે ભક્તિ વ્યક્ત કરી છે.11 કિલો વાઈટ અને ડાર્ક ચોકલેટ માંથી શિલ્પાબેને આ રથ બનાવ્યો છે.જેની લંબાઈ સવા ફૂટ અને પહોળાઈ 1 ફૂટ છે. ત્યારે ભગવાન જગન્નાથજીનો ચોકલેટનો રથ ભારે આકર્ષણ જગાવ્યું છે જગતના નાથને દર વર્ષે ભક્તો વિવિધ રીતે લાડ લડાવતા હોય છે,
ભગવાન જગન્નાથજીને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે અમદાવાદના ચોકલેટ મેકર શિલ્પાબેન ભટ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોકલેટ નો રથ બનાવ્યો છે.જે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.