અમદાવાદ શહેરના પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 20મી તારીખે બપોરે ત્રણ વાગે પોલીસ કંટ્રોલરૂમમાં એક ફોન આવ્યો હતો. આ ફોન ઉપાડતા જ સામેવાળી વ્યક્તિ કશું પણ જવાબ આપ્યા વગર બિભસ્ત શબ્દો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ તેને બીજી કોઈ વાત કરી નહીં એટલે પોલીસ કર્મચારીએ ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ ફરીથી આ ફોન આવવાનો શરૂ થયો હતો. સતત ફોન કરનાર વ્યક્તિ જે પણ કંટ્રોલરૂમનો ફોન ઉપાડે તેને સતત બિભસ્ત શબ્દો જ ભાંડતો હતો. આ પાંચ-દસ મિનિટની વાત ન હતી, આવું સતત ચાલી રહ્યું હતું. પોલીસ હેડક્વોટરનો ફોન સતત રણકતો રહ્યો અને સામેવાળો વ્યક્તિ પોલીસને બિભસ્ત શબ્દો આપતો રહ્યો હતો. એક વખત તેને શું સમસ્યા છે એ જાણવાનો પણ પોલીસે પ્રયાસ કર્યો હતો, પણ સામે વાળો કોઈ પણ વિચાર્યા વગર તેને ગેર શબ્દો જ બોલતો હતો.21 તારીખે સવારે 10:00 વાગ્યા સુધી આ પ્રકારે પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિ ફોન કરીને ગાળો બોલતો રહ્યો હતો. કલાકો સુધી આ પ્રકારની વર્તણુક ચાલુ રહેતા પોલીસ કર્મચારીઓ પણ કંટાળી ગયા હતા અને આખરે તેમણે આ અંગે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ: પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ગાળો બોલી,શખ્સ સામે માધુપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ
અમદાવાદ શહેરના પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
New Update