અમદાવાદ: કોપરના વેપારીનું કારમાં અપહરણ કરી રૂ. 35 હજાર પડાવ્યા, પોલીસે બે અપહરણકારોની કરી ધરપકડ

અમદાવાદના સોલા વિસ્તારમાં કોપરના એક વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેનો ભેદ ઉકેલાયો છે અને આરોપીઓ કુલ 5 હતા

New Update
અમદાવાદ: કોપરના વેપારીનું કારમાં અપહરણ કરી રૂ. 35 હજાર પડાવ્યા, પોલીસે બે અપહરણકારોની કરી ધરપકડ

અમદાવાદના સોલા વિસ્તારમાં કોપરના એક વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેનો ભેદ ઉકેલાયો છે અને આરોપીઓ કુલ 5 હતા જેમાંથી સોલા પોલીસે 2 બારોપીઓને ઝડપી પડ્યા છે અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.અમદાવાદ: કોપરના વેપારીનું કારમાં અપહરણ કરી રૂ. 35 હજાર પડાવ્યા, પોલીસે બે અપહરણકારોની કરી ધરપકડ

અમદાવાદના એસપી રિંગરોડ ભાડજ સર્કલ પાસે મિલન નામનો યુવક જય રહ્યો હતો. ત્યારે બાઈક પર આરોપીઓ આવ્યા અને તેમની કાર સાથે અકસ્માત કરી તેની ગાડીમાં તેને અપહરણ કરી લઈ ગયા હતા. આરોપીઓ યુવકને અપહરણ કરીને રામોલ તરફ લઈ ગયા હતા. ત્યાં કારમાં તેમને માર મારવામાં આવ્યો હતો અને તેને તીક્ષણ હથિયાર બતાવી તેમની પાસેથી રૂપિયા 35000 પડાવી લીધા હતા. ફરિયાદીને ઈજા પહોંચતા તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ બાબતની જાણ સોલા પોલીસને કરવામાં આવી ત્યારે સોલા પોલીસે તાત્કાલિક હરકતમાં આવી આરોપીઓની તપાસ શરૂ કરી હતી. જેમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં એક આરોપી ધવલ ચુડાસમા અને ઋતુરાજ જાડેજા જે ITRનું ભણી રહ્યો છે. આ સિવાય અન્ય ત્રણ લોકો પણ આ અપહરણમાં સામેલ છે તે લોકોની પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. અપહરણ હાલની તપાસમાં માત્ર રૂપિયા માટે કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે પરંતુ સોલા પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.