Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : અન્ય યુવતીઓ સાથે સંબંધ હોવાનું સામે આવતા યુવતીએ પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ...

શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીના લગ્ન બાદ તેના દાગીના સાસરિયાઓએ લઇ લીધા અને લોકરમાં મૂકી દીધા હતા.

અમદાવાદ : અન્ય યુવતીઓ સાથે સંબંધ હોવાનું સામે આવતા યુવતીએ પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ...
X

અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીના લગ્ન બાદ તેના દાગીના સાસરિયાઓએ લઇ લીધા, અને લોકરમાં મૂકી દીધા હતા. એટલું જ નહીં, યુવતી તેના પતિ સાથે મુંબઇ રહેવા ગઇ તો પતિના ફોનમાંથી અલગ-અલગ યુવતીઓ સાથે ફોટોગ્રાફ્સ અને વોટ્સએપ કોલિંગ અને ચેટિંગ મળી આવ્યું હતું. યુવતીને પીએચડીની પરીક્ષા આપવી હોવાથી તે ટ્રેન મારફતે ગ્વાલિયર સાસરે ગઇ, ત્યારે પતિ કે અન્ય કોઇ લેવા પણ આવ્યા નહોતા અને ઘરે જઈને જોયું તો તેનો પતિ બેડ પર નશાની હાલતમાં પડ્યો હતો. જેથી સમગ્ર બાબતથી કંટાળીને યુવતીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેરના ચાંદખેડામાં રહેતી 33 વર્ષીય યુવતી સાંતેજ ખાતે કોઇ કંપનીમાં નોકરી કરે છે, અને તેના લગ્ન વર્ષ 2019માં એમપીના એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતીનો પતિ મુંબઇ ખાતે નોકરી કરવા જતો રહ્યો હતો, અને ત્યારે જ લગ્નમાં આવેલા દાગીના તેના પતિએ યુવતીના સસરાને આપી દઇ તેઓ તેમના લોકરમાં રાખશે તેમ કહી લઇ લીધા હતા. યુવતીએ અલગ લોકર ખોલી તેમાં દાગીના રાખવાનું કહેતા સસરાએ ઝઘડો કર્યો હતો. બાદમાં અવારનવાર સસરા સહિતના લોકો દહેજમાં કંઈ આપ્યું નથી, તેમ કહી આ યુવતી સાથે માથાકૂટ કરતા હતા. યુવતી તેના માતા-પિતાએ 10 લાખ રોકડા અને દાગીના આપ્યા, તેમ કહે તો સસરા સહિતના લોકો ઝઘડો કરતા અને બીજી છોકરી સાથે પુત્રના લગ્ન કર્યા હોત તો સારું દહેજ મળતું તેમ કહી મહેણા મારતા હતા. જેથી યુવતી કંટાળીને તેના પતિ સાથે એમપી ગ્વાલિયરથી નીકળી મુંબઇ જતી રહી હતી. જોકે, ત્યાં જઈને પતિને સઘળી વાત કરતા પતિએ તારા માતા-પિતાની શીખવાડેલી વાતો તું સાસરે કરે છે બાકી અમારા ઘરમાં આવું કંઘ નથી, એમ કહી અવિશ્વાસ ઉભો કર્યો હતો. બાદમાં યુવતીએ જોયું તો તેના પતિના ફોનમાં અલગ-અલગ યુવતીઓ સાથે ફોટો અને વોટ્સએપ કોલ તથા ચેટિંગ મળી આવ્યું હતું. યુવતીનો પતિ દારૂ પીવાની ટેવવાળો હોવાથી તેને મનાઈ કરતા પતિએ ઝગડો પણ કર્યો હતો. યુવતીએ લગ્ન બાદ અન્ય યુવતીઓ સાથે આવું બધું કરવું યોગ્ય નથી, તેમ કહેતા તેના પતિએ ઝઘડા કર્યા હતા. એટલું જ નહીં, દિવાળીમાં યુવતીએ દાગીના પહેરવા માટે લોકરમાંથી દાગીના કાઢી આપવાનું કહ્યું, તો સાસરિયાઓ દાગીના ન આપી ઝઘડો કર્યો હતો. થોડા સમય બાદ પીએચડીનું ફોર્મ ભરી યુવતી ગ્વાલિયર ગઇ, ત્યારે તેના પતિ કે સાસરીયા પક્ષના કોઈ તેને લેવા પણ આવ્યા નહોતા અને ઘરે જઈને જોયું તો નશાની હાલતમાં તેનો પતિ બેડ પર પડ્યો હતો. જેના કારણે યુવતી પીએચડીની પરીક્ષા પણ આપી શકી નહોતી. સમગ્ર બાબતથી કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ કરતા ચાંદખેડા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Next Story