અમદાવાદ: સ્પામાં કામ કરતી યુવતીએ બળાત્કાર અને ધર્માંતરણની ફરિયાદ નોંધાવતા ચકચાર

આરોપીએયુવતી સાથે ત્રણ વાર શરીર સંબંધ બાંધી વીડિયો ઉતારી યુવતીનું આધાર કાર્ડ મેળવી ધમકીઓ આપી હતી

New Update
અમદાવાદ: સ્પામાં કામ કરતી યુવતીએ બળાત્કાર અને ધર્માંતરણની ફરિયાદ નોંધાવતા ચકચાર

અમદાવાદ શહેરમાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. કેટલાક આરોપીઓએ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ ધર્માંતરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, આરોપીએ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. જેને લઈને યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવી છે.શહેરમાં રહેતી એક યુવતીએ છ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જેમાં એક આરોપીએ યુવતી સાથે વર્ષ 2022 ના મે મહિનામાં ડ્રાઇવ ઇન રોડ ઉપર આવેલા યુનિક સ્પા નામના સ્પા સેન્ટરમાં યુવતી પાસે મસાજ કરાવી યુવતી નો મોબાઇલ નંબર તથા સરનામું મેળવી લીધું હતું. બાદમાં યુવતીને સતત ફોન કરી પરિચય કેળવી યુવતીને સ્પા સેન્ટર સામેની તરફ આવેલા ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપી સમીર પ્રજાપતિ ઉર્ફે નાસિર હુસેન ઘાંચીએ ત્રણ વાર શરીર સંબંધ બાંધી વીડિયો ઉતારી યુવતીનું આધાર કાર્ડ મેળવી ધમકીઓ આપી હતી.

બાદમાં યુવતીના ડોક્યુમેન્ટ ઉપર ભાડા કરાર થી આનંદ નગર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં મકાન ભાડેથી રાખી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી નિકાહ કરી ધર્મ પરિવર્તન કરવાનું કહી અન્ય આરોપીઓને ફ્લેટ ખાતે બોલાવી અન્ય આરોપીએ પણ યુવતી સાથે શરીર સંબંધ બાંધી તમામ આરોપીએ અવારનવાર સતત ફોન કરી પૈસા નહીં આપે તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

જેને લઈને યુવતીએ ફરિયાદ આપતા પોલીસે આ મામલે સમીર પ્રજાપતિ ઉર્ફે નાસિર હુસેન ઘાંચી, રૂપા રાણા, હિરલ રાણા, વિજય રાણા તથા અન્ય બે લોકો સામે ધમકી આપી, બળાત્કાર ગુજારવો જેવી કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.તમામ આરોપીઓ ખાડીયા અને ગોમતીપુર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ યુવતીને સ્પા સેન્ટરમાં મળ્યા હોવાથી સ્ટાફની પૂછપરછ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Read the Next Article

અમદાવાદ : દસ્ક્રોઈના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે ફાલસાની સફળ ખેતી કરી બતાવી, અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા...

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે સફળતા પુર્વક ફાલસાની ખેતી કરી બતાવી છે. તો આવો જાણીએ તેમની "પલ્પથી પ્રગતિ"ની સફર વિશે...

New Update
  • દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતની સિદ્ધિ

  • ખેડૂત અમિત શાહે સફળતાપૂર્વક ફાલસાની ખેતી કરી બતાવી

  • ખેડૂતે સરકારી સહાયની મદદથી ખરીદ્યું હતું પલ્પ મશીન

  • ખેડૂતે પલ્પ મશીનની મદદથી રૂ. 12 લાખની આવક મેળવી

  • ખેતીમાં મૂલ્ય વૃદ્ધિથી આવક વૃદ્ધિ શક્ય : પ્રગતિશીલ ખેડૂત

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે સફળતા પુર્વક ફાલસાની ખેતી કરી બતાવી છે. તો આવો જાણીએ તેમની "પલ્પથી પ્રગતિ"ની સફર વિશે...

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂત અમિત શાહે ફાલસાની ખેતી કરી નવી કેડી કંડારી છે. અમિત શાહના પિતાએ 10 વર્ષ પહેલા ફાલસાની ખેતી શરૂ કરી હતી. આજ ખેતીને અમિત શાહે COVID-19 દરમિયાન ફાલસાના પલ્પને એક કુદરતી હેલ્થ બૂસ્ટર તરીકે અપનાવ્યું હતું. આમતેઓની "પલ્પથી પ્રગતિ"ની સફરનો પ્રારંભ થયો હતો. ખેડૂતે સરકારી સહાયની મદદથી એક પલ્પ મશીન ખરીદ્યું હતું. જેની મદદથી તેઓ સીઝનમાં 12થી 13 લાખ રૂપિયાની આવક અને 8thi 10 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કમાઈ રહ્યા છે. ગુજરાત સરકાર કૃષિમાં મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપી રહી છે. ખેડૂત અમિત શાહની આ સફળતા એ સાબિત કરે છે કેખેતીમાં મૂલ્ય વૃદ્ધિથી આવક વૃદ્ધિ શક્ય બને છે.