Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: સોનાના વેપારી વોશરૂમ ગયા અને નોકર રૂ.1.25 કરોડના દાગીનાની ચોરી કરી થયો ફરાર

કૃષ્ણનગરમાં આદિશ્વર કેનાલ પાસે વોશરૂમ માટે ગયેલા માણેકચોકના સોનીનો નોકર એક્ટિવા અને 1.25 કરોડના સોનાનાં ઘરેણાં લઈને ભાગી

X

કૃષ્ણનગરમાં આદિશ્વર કેનાલ પાસે વોશરૂમ માટે ગયેલા માણેકચોકના સોનીનો નોકર એક્ટિવા અને 1.25 કરોડના સોનાનાં ઘરેણાં લઈને ભાગી જતાં સોનીએ નોકર અને તેને નોકરી પર રાખનાર વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદનાં રાયપુરની માંડવીની પોળમાં રહેતા 30 વર્ષીય મુકેશ ઘાંચી માણેકચોકમાં એમએચ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. અઢી મહિના પહેલાં મુકેશના સમાજના ગણેશ ઘાંચીએ તેમના ગામના આનંદ રાજપૂતને નોકરી પર રાખવા કહ્યું હતું. આથી મુકેશે આનંદને મહિને 9 હજારના પગાર પર નોકરીએ રાખ્યો હતો.16 ઓક્ટોબરે બપોરે 1 વાગ્યે મુકેશે 2 થેલામાં 4 કિલો 625 ગ્રામ સોનાના જડતરવાળા દાગીના લીધા હતા અને આનંદને એક્ટિવા પર સાથે લીધો હતો. મુકેશે બે થેલામાં દાગીના ભર્યા હતા અને અલગ-અલગ સોનીની દુકાને સેમ્પલ બતાવવા નીકળ્યાં હતાં. છેલ્લે કૃષ્ણનગરમાં અક્ષર જ્વેલર્સમાં ગયા હતા અને ત્યાંથી નરોડાના અંબિકા જ્વેલર્સમાં જઈ રહ્યા હતા તે વખતે આનંદ એક્ટિવા ચલાવતો હતો. બપોરે 3.30 વાગે કેનાલે પહોંચ્યા ત્યારે મુકેશે વોશરૂમ જવું હાવાથી આનંદને એક્ટિવા ઊભું રખાવ્યું હતું. વોશરૂમમાંથી મુકેશ પાછા આવ્યા ત્યારે આનંદ એક્ટિવા લઈને ભાગી રહ્યો હતો. આથી મુકેશે બૂમાબૂમ કરી એક બાઇકચાલકની પાછળ બેસી આનંદનો પીછો કર્યો હતો, પરંતુ તે હાથમાં આવ્યા ન હતો આનંદનો નંબર પણ બંધ હતો મુકેશે આનંદને નોકરી પર રખાવનાર ગણેશ ઘાંચીને ફોન કર્યો તો તે પણ બંધ હતો. મુકેશભાઈએ આનંદ, ગણેશના ઘરે અને તેમના વતન રાજસ્થાનમાં તપાસ કરી તો બંને ત્યાં પણ મળી આવ્યા ન હતા. આ મામલે વેપારીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે.

Next Story