Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : BAPSના 72,000થી વધુ સ્વયંસેવકોને બિરદાવતો શાનદાર સમારોહ યોજાયો,મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત

BAPS દ્વ્રારા પારિવારિક શાંતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, 72,000થી વધુ સ્વયંસેવકોએ શાંતિ ફેલાવા પહેલ કરી

X

ઘરે ઘરે ઘૂમીને પારિવારિક શાંતિનો સંદેશ આપનારા બી.એ.પી.એસ.ના હજારો સ્વયંસેવકોને બિરદાવતો એક વિશિષ્ટ શાનદાર સમારોહ BAPS સ્વામિનારાયણ મંદિર શાહીબાગ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, જગદીશ પંચાલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા...

તાજેતરમાં ભારત અને વિદેશોમાં પણ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક અનોખું પારિવારિક શાંતિ અભિયાન યોજાયું હતું. ઘરે ઘરે ઘૂમીને પારિવારિક શાંતિનો સંદેશ આપનારા બી.એ.પી.એસ.ના હજારો સ્વયંસેવકોને બિરદાવતો એક વિશિષ્ટ શાનદાર સમારોહ BAPS સ્વામિનારાયણ મંદિર શાહીબાગ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, જગદીશ પંચાલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા . આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 'પારિવારિક શાંતિ અભિયાન' અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજનો સંદેશો લાખો લોકો સુધી પહોંચાડી શતાબ્દી સેવક સમાજ સેવાનું ખૂબ જ સારું કાર્ય કર્યું છે.

આ અભિયાનને સમાજ ઉપર એક અનોખી છાપ છોડી છે એટલું જ નહિ પારિવારિક શાંતિ અભિયાનનું સુખી રાષ્ટ્રના નિર્માણમાં મહત્વનું કદમ પણ છે. આ અભિયાન થકી જે સ્વયંસેવકો 20 લાખથી વધુ લોકોને સુખ શાંતિનો સંદેશ આપ્યો છે જેના થકી આવનારા સમયમાં ગુજરાત અને દેશને ઘણો મોટો ફાયદો પણ થવાનો છે.

Next Story