અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા પૂર્વે યોજાય ભવ્ય જળયાત્રા, ઊમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર...

અમદાવાદ શહેરમાં આ વર્ષે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા પૂર્વે યોજાય ભવ્ય જળયાત્રા, ઊમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર...
New Update

અમદાવાદ શહેર ખાતે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પૂર્વે આજરોજ જળયાત્રા યોજાય હતી. આ જળયાત્રા જગન્નાથ મંદિરથી શોભાયાત્રારૂપે શરૂ થઈ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોચી હતી, જ્યાં 108 કળશમાં જળ ભર્યા બાદ નદીની આરતી કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં આ વર્ષે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ મંદિરેથી આગામી 20મી જૂને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી નવા રથમાં બેસી નગરચર્યા કરવા નીકળશે, ત્યારે આજે રથયાત્રા પૂર્વે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જળયાત્રા જગન્નાથ મંદિરથી શોભાયાત્રારૂપે શરૂ થઈ ઢોલ-નગારા, ધજા-પતાકા, બળદગાડા, બેન્ડ બાજા સાથે યોજાય હતી. જેમાં 108 કળશ સાથે મોટી સંખ્યામાં ભક્તો જળયાત્રામાં જોડાયા હતા. સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભર્યા બાદ નદીની આરતી કરવામાં આવી હતી. જળ ભરેલા કળશ સાથે ભગવાન જગન્નાથની જળયાત્રા મંદિરે પરત પહોંચી હતી, જ્યાં ભગવાનની જળાભિષેકની પૂજા-વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહંત દિલીપદાસજી, મહેન્દ્ર ઝા, પૂર્વ ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શહેર પ્રમુખ અમિત શાહ, ડેપ્યુટી મેયર ગીતા પટેલ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ભગવાનને જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી.

#Lord Jagannath #BeyondJustNews #Connect Gujarat #Ahmedabad #Rath Yatra #Gujarat #grand Jalyatra #Worship #Devotees
Here are a few more articles:
Read the Next Article