Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: નોકરીની શોધમાં નીકળેલ આધેડ લૂંટનો ભોગ બન્યા,900 રૂપિયાની લૂંટ બાદ લૂંટારુઓએ કરી હત્યા

અમદાવાદમાં લૂંટના ઇરાદે એક વ્યક્તિની કરાય હત્યા,પોલીસે 3 આરોપીની કરી ધરપકડ, સીસીટીવીના આધારે આરોપીઓ ઝડપાયા

X

અમદાવાદના મેઘાણીનગર પોલીસની ગીરફતમાં ઉભેલા આ ત્રણ શખ્સના નામ છે જતીન જગલાણી, સુનિલ યાદવ, મયુર સિંધીવાત.2જી ઓગસ્ટના મોડી રાતે મેઘાણીનગર વિસ્તારમાંથી મૃતક રામકુમાર ઠાકુર પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓ જતીન જગલાણી, સુનિલ યાદવ, મયુર સિંધી અને સાહિલ સિંધીએ મૃતક રામકુમારને ઉભા રાખી ખિસ્સામાં રહેલા 900 રૂપિયા, ગળામાં પહેરલ સોનાનું લોકેટ સહિત વસ્તુઓની લુંટ ચલાવી હતી જેમાં આરોપીઓ અને મૃતક વચ્ચે ઝપાઝપી થઈ હતી જેમાં મૃતકે પોતાનો જીવ બચાવવા જતા ભાગવાનો પ્રયાસ કરતા આરોપીઓએ પીછો કરી મૃતક જ્યારે દિવાલ કુદી રહ્યા હતા ત્યારે ચારેય આરોપીઓએ મૃતકને ધક્કો મારતા મૃતક રામકુમારને માથાના ભાગ પર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું. અને આરોપીઓ ઘટના સ્થળે થી ફરાર થઇ ગયા હતા.

સ્થાનિકોએ રામકુમાર ઠાકુરનો મૃતદેહ જોતા પોલીસ ને જાણકરી હતી જેમાં મેઘાણીનગર પોલીસે પ્રારંભિક તપાસમાં આકસ્મિક મોત નોંધીને મૃત્યુનું કારણ તપાસવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.પ્રાથમિક રિપોર્ટમાં માથાના ભાગે ગંભીર ઇજા થયાના કારણે મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું.હેનાં પગલે મેઘાણીનગર પોલીસે રોડ પરના સીસીટીવી સ્થાનિકો સાથે પૂછપરછ અને ટેકનોલોજી તેમજ બાતમીદરો સાથે પૂછપરછ કરતા એક રીક્ષા ચાલક મળી આવ્યો હતો. જેણે મૃતક અને આરોપીઓ વચ્ચે થયેલ ઝઘડો જોયો હતો. જે આધારે વધુ તપાસ કરતા પોલીસ સામે આરોપી જતીન જગલાણી, સુનિલ યાદવ, મયુરના નામ સામે આવ્યા હતા.જેની અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આરોપીઓએ લૂંટ અને હત્યાની કબૂલાત કરી હતી.

Next Story