અમદાવાદ : શિક્ષણમંત્રીના વિવાદાસ્પદ નિવેદન બાદ વાલી મંડળમાં રોષ, ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયું વિરોધ પ્રદર્શન

New Update
અમદાવાદ : શિક્ષણમંત્રીના વિવાદાસ્પદ નિવેદન બાદ વાલી મંડળમાં રોષ, ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયું વિરોધ પ્રદર્શન

ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપેલા નિવેદન બાદ રાજ્યમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વાલી મંડળ દ્વારા સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

2 દિવસ પહેલા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જે લોકોને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તો ગુજરાત છોડીને સારું લાગે ત્યાં જતા રહેવું તેવા આપેલા વિવાદાસ્પદ નિવેદનથી રાજ્યના વાલી મંડળોમાં ભારે આક્રોશ જોવા રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે વાળી મંડળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વાલી મંડળે ભારે વિરોધ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષણ મંત્રીને આવા નિવેદન શોભે નહીં અને તેમણે જાહેરમાં સમગ્ર ગુજરાતના વાલીઓની માફી માંગવી જોઇએ.

Latest Stories