અમદાવાદ: મુંબઈ IITમાં આપઘાત કરી લેના વિદ્યાર્થીને ન્યાય અપાવવાની માંગ સાથે રેલી નિકળી

અમદાવાદના દર્શન સોલંકીએ મુંબઈ IITમાં આપઘાત કરી લેતા તેના ઘેરા પડઘા પડ્યા છે.મૃતક દર્શનને ન્યાય અપાવવા વિશાળ રેલી યોજાઈ હતી

New Update

મુંબઈ IITમાં આપઘાત કરનાર વિદ્યાર્થી દર્શન સોલંકીને ન્યાય અપાવવાની માંગ સાથે અમદાવાદની સડકો પર વિશાળ કેન્ડલ માર્ચ નીકળી હતી.કેન્ડલ માર્ચમાં ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિતના લોકો જોડાયા હતા. મણિનગરથી બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સુધી રેલી યોજાઈ હતી. જેમાં તમામ લોકોએ કાળીપટ્ટી બાંધી દર્શનને ન્યાય અપાવવાની માગ કરી હતી. આ તકે અમિત ચાવડાએ જણાવ્યું કે, જરૂર પડે આ કેસમાં મહારાષ્ટ્ર સરકાર SITની રચના કરે અને યોગ્ય તપાસ કરાવડાવે. આ સાથે કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ દર્શનના મૃત્યુની તપાસ કરવા એસઆઈટીની માગણી કરી છે. ત્યારે દર્શન સોલંકીના પરિવારે બુધવારે દાવો કર્યો હતો કે, તેમનો દીકરો પછાત સમુદાયનો હોવાથી સંસ્થામાં ભેદભાવ કરાતો હતો અને તેની હત્યા કરાઈ હોય તેવી વધુ શક્યતા છે.

Latest Stories