ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે ત્યારે આ રથયાત્રામાં ગજરાજનું વિશેષ મહત્વ છે અને વર્ષોથી ગજરાજની આગેવાની જ રથયાત્રા નીકળે છે. ત્યારે રથયાત્રાને લઈને આજે ગજરાજ નું પણ પૂજન કરવામાં આવ્યું.અને પાટીદાર આગેવાન નરેશ પટેલ પણ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા.
આવતી કાલે નીકળનાર રથયાત્રામાં ગજરાજનું વિશેષ મહત્વ છે. અમદાવાદ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર પાસે 17 જેટલા હાથી છે. જેમાં આ વખતે રથયાત્રામાં 14 ગજરાજ હશે. જેમાં 13 માદા અને 1 નર ગજરાજનો સમાવેશ થાય છે. જેમાં 9 વર્ષના નર ગજરાજનું નામ બલરામ છે. તો 11 વર્ષની સૌથી નાની માદાનું નામ રાની છે. તો 65 વર્ષની સૌથી વયસ્ક માદાનું નામ સંતોષી છે. રથયાત્રાને લઇને તમામ ગજરાજની તબીબી તપાસ પણ કરવામાં આવી છે. આજે ભગવાનને સોનાવેષ બાદ તમામ ગજરાજ મંદીની અંદર લાવવામાં આવ્યા હતા ત્યારબાદ પંડિતની હાજરીમાં તેમનું પૂજન કરવામાં આવ્યું હતું કોઈ પણ શુભ શરૂઆત કરીએ ત્યારે ગણપતિની પુજા કરીએ છીએ એટલે જ રથયાત્રાના એક દિવસ પહેલા પરંપરાગત રીતે ગજરાજની પૂજા વિધિ કરતા હોય છે. રથાયાત્રા નિમિત્તે ગજરાજ ને વિશેષ શણગારવામાં આવતા હોય છે અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ દર વર્ષની જેમ ગજરાજની પણ પૂજા કરવામાં આવી હતી.
અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથજીના આજે સોવેશના દર્શન માટે ભક્તો નો ઘસારો હતો. ત્યારે અનેક સામાજિક આગેવાનો પણ દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે પાટીદાર આગેવાન એવા નરેશ પટેલ પણ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન કર્યા હતા અને આરતીનો લાભ લીધો હતો. તો મંદિરના મહંત તરફથી નરેશ પટેલને શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું. તો નરેશ પટેલે પણ મહંતને હાર પહેરાવી આભાર વ્યક્ત કર્યો હતો. નરેશ પટેલે જણાવ્યું કે મારું અહોભાગ્ય છે કે મને ભગવાનના ચરણમાં માથું જુકાવવાની મોકો મળ્યો છે.