અમદાવાદ: સગી જનેતાએ જ 2 માસની બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી,જુઓ CCTV

અમદાવાદમાં એક માતાએ તેની માત્ર ત્રણ માસની બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દઇને હત્યા કરી ડેટા ચકચાર મચી જવા પામી છે.

New Update
અમદાવાદ: સગી જનેતાએ જ 2 માસની બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી,જુઓ CCTV

અમદાવાદમાં એક માતાએ તેની માત્ર ત્રણ માસની બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દઇને હત્યા કરી ડેટા ચકચાર મચી જવા પામી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હત્યારી માતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

આણંદ શહેરમાં રહેતા યુવકે અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તેની 2 માસ 25 દિવસની દીકરી જન્મની સાથે જ બીમાર રહેતી હતી. પણ 14મી ડિસેમ્બરના દિવસે બાળકીનું આંતરડું બહાર આવી જતાં તેને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે વધુ સારવારની જરૂર હોવાથી તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી.1200 બેડની હોસ્પિટલ માં ત્રીજા માળે બાળકીને દાખલ કરવામાં આવી હતી. બાળકી પાસે તેની માતા રહેતી હતી. સવારે જ્યારે ફરિયાદી પ્રતિક્ષા કક્ષમાં સુતા હતા ત્યારે તેની પત્ની આવી અને બાળકી મળતી ન હોવાની જાહેરાત કરી હતી.આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી બાળકી શોધવા માટે તજવીજ શરૂ કરી હતી.

પરંતુ તેમાં આ બાળકીને તેની માતા જ વહેલી સવારે લગભગ સવા ચારેક વાગ્યાની આસપાસ વોર્ડની બહાર લઇ આવીને ગેલેરીમાં પિલ્લર પાસે ઉભી રહેલી જોવા મળી હતી. જોકે થોડી વાર બાદ તે ખાલી હાથે વોર્ડમાં પરત જતી જોવા મળી હતી. જેથી પોલીસે બાળકીની માતાની પૂછપરછ શરૂ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતુ કે બાળકી જન્મથી જ બીમાર રહેતી હોવાથી તેણે જાતે જ બાળકીને ગેલેરીમાંથી નીચે ફેંકી દીધી હતી.અમદાવાદ પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

Advertisment
Latest Stories