New Update
/connect-gujarat/media/post_banners/76f80fc44906d82144b66b9e9c8760d38ac338491eea5433e3dfe436e6bfa98c.jpg)
અમદાવાદ શહેરના વૈષ્ણદેવી સર્કલ પાસે આવેલ સનસેતુ એપાર્ટમેન્ટમાં ટુ વ્હીલર પાર્ક કરવાના મુદ્દે સ્થાનિક રહીશોનો ઝઘડો થયો હતો. એક દંપતિનો પોતાનું વાહન પાર્ક કરવા બાબતે સોસાયટીના કમિટી મેમ્બર રીતેશ શાહ અને પરેશ પટેલ સાથે ઝગડો થયો હતો. ઉશ્કેરાયેલા દંપતિમાંથી પતિએ રીતેશ અને પરેશને લાફા ઝીંકી દેતા મામલો બિચકયો હતો. ઝગડા બાદ પાન પાર્લર રહેલા યુવકો ટોળાઓ સોસાયટીમાં પથ્થરમારો કર્યો હતો અને સાસોયટી કેબીન તોડફોડ કરી હતી..પથ્થરમારામાં ચાર લોકોને ઇજા પહોંચી હતી ત્યારે બોપલ પોલીસે દંપતી અને 25 લોકોના ટોળામાં પથ્થરમારો કરનાર એક યુવકની ધરપકડ કરી છે.
Latest Stories