અમદાવાદ : ઇસ્કોન મંદિરના સાધુ-સંતોને બારકોડ રેશન કાર્ડનો લાભ મળે તે હેતુથી વિશેષ કેમ્પ યોજાયો...

ઇસ્કોન મંદિર સંકુલમાં વસવાટ કરતા સાધુ-સંતો માટે સૌપ્રથમ વાર નવા બારકોડ રેશનકાર્ડના ફોર્મ ભરાવી આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
અમદાવાદ : ઇસ્કોન મંદિરના સાધુ-સંતોને બારકોડ રેશન કાર્ડનો લાભ મળે તે હેતુથી વિશેષ કેમ્પ યોજાયો...

અમદાવાદ શહેરના ઇસ્કોન મંદિર સંકુલમાં વસવાટ કરતા સાધુ-સંતો માટે સૌપ્રથમ વાર નવા બારકોડ રેશનકાર્ડના ફોર્મ ભરાવી આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરના એડીશનલ કલેક્ટર તેમજ અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક જશવંત જેગોડાની સીધી દેખરેખ હેઠળ એલીસબ્રીજ ઝોનમાં આવતા ઈસ્કોન મંદિર સકુંલમાં વસવાટ કરતા સાધુ-સંતો માટે સૌપ્રથમ વાર નવા બારકોડ રેશનકાર્ડના ફોર્મ ભરાવી આપવા માટેનું આયોજન કરાયું હતું. જેમાં એલીસબ્રીજ ઝોનના મદદનીશ પુરવઠા નિયામક ડોકટર કીર્તિ પરમાર અને ઝોનલ ઓફિસર સહદેવસિંહ રાઠોડની પુરવઠા વિભાગની ટીમે નવા બારકોડ રેશનકાર્ડ માટેની પ્રક્રિયા હાથ ધરવમ આવી હતી. ઈસ્કોન મંદિરના કોમ્યુનિકેશન ડાયરેકટર હરેશ ગોવિંદદાસએ સકુંલમાં વસવાટ કરતા તમામ સાધુ-સંતો સહિત મંદિર સકુંલમાં રેશનકાર્ડથી વંચિત તમામના નવા બારકોડ રેશનકાર્ડ માટેના ઉપલબ્ધ પુરાવાઓના આધારે ફોર્મ ભરાવ્યા હતા. જેથી તેઓને ભારત સરકારની આયુષ્યમાન કાર્ડ સહિતની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો આગામી સમયમાં સહેલાઈથી લાભ મળે તે હેતુથી વિશેષ કેમ્પનું આયોજન કરાયું હતું.

Latest Stories