અમદાવાદ: બિસ્માર માર્ગથી ત્રસ્ત સ્થાનિકોનું અનોખુ વિરોધ પ્રદર્શન, તૂટેલા માર્ગની ઉતારી આરતી

માર્ગોની બિસ્માર હાલતના પગલે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવે છે ત્યારે સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી

New Update
અમદાવાદ: બિસ્માર માર્ગથી ત્રસ્ત સ્થાનિકોનું અનોખુ વિરોધ પ્રદર્શન, તૂટેલા માર્ગની ઉતારી આરતી

અમદાવાદમા ચોમાસાની સિઝનમાં માર્ગોની અત્યંત બિસ્માર હાલત થઈ છે થઈ છે ત્યારે નવા વાડજ વિસ્તારમાં બિસ્માર માર્ગના પ્રશ્ને સ્થાનિકોએ રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યું હતું ચોમાસામાં ભારે વરસાદના કારણે રાજ્યભરના માર્ગો બિસ્માર બન્યા છે જેમાંથી ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ પણ બાકાત રહ્યું નથી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં માર્ગ અત્યંત બિસ્માર બન્યા છે ત્યારે નવા વાડજ વિસ્તારના રહીશોએ બિસ્માર માર્ગના પ્રશ્ને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સ્થાનિકોએ ઢોલ નગારા સાથે રસ્તાની આરતી ઉતારી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ વિસ્તારમાં અનેક સોસાયટી આવેલી છે જો કે માર્ગોની બિસ્માર હાલતના પગલે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવે છે ત્યારે સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી બિસ્માર માર્ગના સમારકામની માંગ કરી હતી

Latest Stories