મળતી માહિત અનુસાર, સૈફ શેખ નામનો યુવક BAની પરીક્ષા આપી રહ્યો હતો તે દરમિયાન તેને સાથે પરીક્ષા આપી રહેલ યુવતી સાથે મિત્રતા થઈ હતી. જે બાદ યુવકે યુવતી પાસેથી તેનો મોબાઈલ નંબર લીધો હતો. યુવક યુવતીને ફોન અને મેસેજ કરતો હતો. પરંતુ યુવતી રીપ્લાય આપતી નહોતી. જેથી યુવકે અજાણ્યા મોબાઈલ નંબર પરથી યુવતીને બીભત્સ મેસેજ કર્યો હતો. સમગ્ર મામલે યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરી હતી, ત્યારે સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી યુવક સૈફ શેખની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા યુવકની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, યુવતી તેને રીપ્લાય આપતી નહોતી. જેથી યુવકે બદલો લેવાની ભાવના સાથે યુવતીને બીભત્સ મેસેજ કર્યો હતો.
અમદાવાદ : યુવતીને બિભત્સ મેસેજ મોકલનાર યુવકની સાયબર ક્રાઇમે ધરપકડ કરી...
યુવક ફોન-મેસેજ કરતો પણ યુવતી જવાબ આપતી નહોતી યુવકે અજાણ્યા નંબરથી યુવતીને કર્યો હતો બીભત્સ મેસેજ પરીક્ષા દરમ્યાન થઈ હતી મિત્રતા
New Update
Latest Stories