Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ,પોલીસ પુત્ર સહિત 3ની ધરપકડ

મોટાભાગની રકમ ચૂકવી દીધી હોવા છતા વ્યાજખોરો દ્વારા ત્રાસ અપાતાં યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી

X

લોકડાઉન દરમિયાન પૈસાની જરૂર હોવાથી અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતા યુવાને પોલીસ પુત્ર, હોમગાર્ડ જવાન સહિત 3 લોકો પાસેથી રૂ.4.83 લાખ વ્યાજે લીધા હતા જે પૈકીની મોટાભાગની રકમ ચૂકવી દીધી હોવા છતા વ્યાજખોરો દ્વારા ત્રાસ અપાતાં યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના ચાંદલોડિયાની સતાધાર સોસાયટીમાં રહેતા સુરેશ સાપેલા ઓમ રેસીડેન્સી નીચે જય અંબે પાન પાર્લર નામની દુકાન ધરાવે છે. લોકડાઉન દરમિયાન સુરેશને પૈસાની જરૂર હોવાથી તેણે સાબરમતી કાળીગામમાં રહેતા રીન્કુ પાસેથી રૂ.2.83 લાખ માસિક 10 ટકા વ્યાજે લીધા હતા ત્યારબાદ સુરેશે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ વાલા ભરવાડના દીકરા વિષ્ણુ પાસેથી માસિક 12 ટકાના વ્યાજે રૂ.1 લાખ, જ્યારે હોમગાર્ડ જવાન રાહુલ શર્મા પાસેથી માસિક 6 ટકાના વ્યાજે રૂ.1 લાખ ઉછીના લીધા હતા. જેમાંથી રીન્કુ ને વ્યાજ સાથે ટુકડે ટુકડે રૂ.3 લાખ ચૂકવી દીધા હતા. જ્યારે રાહુલ શર્માને 5 મહિના સુધી વ્યાજ ચૂકવ્યું હતું. જ્યારે રીન્કુને પૂરેપૂરા પૈસા ચૂકવી દીધા હતા

જો કે સુરેશ પાસે હાલમાં યોગ્ય કામ ધંધો ન હોવાથી તે બીજા પૈસા ચૂકવી શકે તેમ ન હતો. જેથી આ ત્રણેયના પૈસાની ઉઘરાણીના ત્રાસ અને ધાક ધમકીથી કંટાળી સુરેશ પાર્લર પર જઈ ફિનાઈલ પી લીધું હતું તેમજ બન્ને હાથના કાંડાની નસો કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે સુરેશ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સોલા પોલીસે ત્રણેય વિરુદ્ધ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરુ કરી છે વિષ્ણુના પિતા વાલાભાઈ ભરવાડ સોલા હાઈકોર્ટ પોલીસ પીસીઆર વાનના ડ્રાઇવર છે. ફરિયાદ થતા પોલીસે રાહુલ અને રીન્કુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story