અમદાવાદ : આમ આદમી પાર્ટી છે ગુજરાત અને રાષ્ટ્ર વિરોધી પાર્ટી : ભાજપ પ્રદેશ પ્રવક્તા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામશે ત્રિકોણીયો જંગ, ગોપાલ ઈટાલિયાના નિવેદનને લઈને મામલો ગરમાયો

New Update
અમદાવાદ : આમ આદમી પાર્ટી છે ગુજરાત અને રાષ્ટ્ર વિરોધી પાર્ટી : ભાજપ પ્રદેશ પ્રવક્તા

ગુજરાતની ચૂંટણીમાં અત્યાર સુધી 2 રાજકીય પક્ષો વચ્ચે હોડ ચાલતી હતી, ત્યારે હવે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા ત્રિકોણીયો જંગ જોવા મળી રહ્યો છે. ગોપાલ ઈટાલિયાના નિવેદનના વિવાદને લઈને રાજકીય મામલો ગરમાયો છે. ભાજપ અને આપના નેતાઓ સામ સામે પ્રહાર કરી રહ્યાં છે, ત્યારે ભાજપ દ્વારા ગોપાલ ઇટાલિયા અને આપ પાર્ટીને રાષ્ટ્ર વિરોધી પાર્ટી ગણાવી હતી.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના વિડિયોને લઈ હવે રાજનીતિ ગરમાઈ રહી છે, ત્યારે ગુજરાત ભાજપ દ્વારા આપ પાર્ટી પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી અને તેમના માતૃશ્રી વિશે અયોગ્ય ભાષા વાપરવામાં આવે છે. આવી ભાષાનો ઉપયોગ ક્યારેય કોઈ રાજકીય પાર્ટીએ કર્યો નથી. આપ પાર્ટી રાજ્યની જનતાને ઉશ્કેરવાનું કામ કરે છે. એટલું જ નહીં, કેટલીક એનજીઓ જે છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતને બદનામ કરવાનું કામ કરે છે, તેવી એનજીઓ સાથે આ લોકોની સાંઠગાંઠ છે. ગુજરાત વિરોધીઓ સાથે આ પાર્ટીના લોકો પહેલેથી કામ કરી રહ્યા છે. ગુજરાતના ઘોર વિરોધી મેઘા પાટકરને પણ ભૂતકાળમાં ટિકિટ આપી હતી. જે મેઘા પાટકરના કારણે રાજ્યના અનેક લોકો નર્મદાના પાણીથી વંચિત રહ્યા હતા. જોકે, આવી ભાષાથી માત્ર ધ્યાન ભટકાવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી હોવાનો ભાજપ પ્રદેશ પ્રવક્તાએ આક્ષેપ કર્યો હતો.

Latest Stories