Connect Gujarat

અમદાવાદ: કિસાનોને સન્માનીત કરવાના કાર્યક્રમો થકી સરકાર તાયફા કરે છે, આપના સરકાર પર પ્રહાર

અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાય, આપના નેતા ઈશુદાન ગઢવીના સરકાર પર પ્રહાર.

X

આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપના નેતા ઈશુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કર્યા હતા અને કિસાનોને સન્માનીત કરવાના સરકારના કાર્યક્રમને તાયફો ગણાવ્યો હતો.

આજ રોજ અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફેરેન્સ યોજાઈ હતી. આપના નેતા ઈશુદાન ગઢવીની હાજરીમાં સ્કેટિંગ ચેમ્પિયન આરીફ અન્સારી અને કરસન બાપુ આપમાં જોડાયા હતા.ઈશુદાન ગઢવી એ ભાજપ સરકારને ખેડૂત વિરોધી ગણાવી હતી. ઈશુદાન ગઢવીએ ભાજપના સન્માન દિવસનો વિરોધ કરતા જણાવ્યું હતું કે આ સન્માન દિવસથી ખેડૂતોને કોઈ લાભ થયો નથી જયારે ભાજપ સરકાર ખેડૂતોનું અપમાન કરી રહી છે.

ઈશુદાન ગઢવીએ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના પણ વિરોધ કર્યો હતો.ભાજપ સરકારની નીતિઓને કારણે સામાન્ય વર્ગ કે મધ્યમ વર્ગને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. આમ આદમી પાર્ટી જનસંપર્ક પ્રથમ ચરણ પૂર્ણ કર્યા બાદ દ્વિતીય ચરણનો પ્રારંભ ઊંઝા ઉમિયામાં ના દર્શનથી કરશે અને જે દક્ષિણ ગુજરાતના દાંડી ખાતે સમાપ્ત કરશે. આજ ચરણમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ગામડાઓ આવરી લેવામાં આવશે.

Next Story
Share it