/connect-gujarat/media/post_banners/1ed7e78ab7ac8b32a72d1f7ada6ca842842c54e19e1c5104e344ff4f06244e07.webp)
અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતાઓ એક બાદ એક વિવાદમાં આવી રહ્યા છે ત્યારે આપના નેતા અમિત પંચાલ સામે તેમની જ સોસાયટીના રહીશોએ પોલીસને રજૂઆત કરી હતી.
અમદાવાદ આપના નેતા અમિત પંચાલ પર તેની જ સોસાયટીના રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ગત રાત્રિના સમયે સોસાયટીના રહીશો ભેગા થયા હતા અને હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તે આપના નેતા બન્યા બાદ તેનો દુરુપયોગ કરે છે. સોસાયટીની મહિલાઓને ખરાબ નજરે જુએ છે તેમજ અવારનવાર સોસાયટીની મિટિંગમાં આવીને ખોટા ઝઘડા કરે છે.આ મામલે સ્થાનિકો દ્વારા ઘાટલોડીયા પોલીસને રજૂઆત કરવામાં આવી છે.
સમગ્ર મામલા અંગે આપના નેતા અમિત પંચાલે જણાવ્યુ હતું કે તેમના પર ખોટી રીતે આક્ષેપ કરવામાં આવ્યા છે. ભાજપના ઇશારે તેમણે હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેઓ દ્વારા પણ પોલીસને રજૂઆત કરવામાં આવી છે.